Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં કલ્પાંત છવાયો:લોઠડામાં પાણી ભરેલા ખાડામાં બીજા બાળકોને રમતા જોઈ પાસે ગયેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા

    11 hours ago

    રાજકોટ નજીક લોઠડા ગામે વરસાદી પાણીના ખાડામાં છબછબીયા કરવા ગયેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. માસુમ બાળકોના આકસ્મિક મોતથી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. રાજકોટ નજીક લોઠડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ચંદ્રરોશન ગૌતમનો 5 વર્ષીય પુત્ર હિતેશ અને ઓમકાર નિશાદની 5 વર્ષીય પુત્રી મનિષા ગઈકાલે ઘર પાસે બીજા ત્રણ બાળકો સાથેજ રમતા હતા દરમિયાન બાળકો રમતા રમતા જે કે ગ્રીનઝોન ઇન્ડસ્ટ્રીમાં એક વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે પહોંચી ગયા હતા જ્યાં બાળકો પાણીમાં છબછબીયા કરતા હતા અને અચાનક હિતેશ અને મનિષા ખાડામાં ડૂબવા લાગ્યા હતા જેથી પાડોશમાં રહેતી એક બાળકીએ જોઈ જતા દોડીને બંને બાળકોના પરિવારને જાણ કરતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારજનોએ બંને બાળકોને ખાડાંમાંથી બહાર કાઢ્યા હતા પરંતુ આટલી વારમાં બંને બેભાન થઈ ગયા હતા જેથી બન્નેને સારવાર અર્થે 108 મારફત ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. હાલ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ટીમે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી: AAP-કોંગ્રેસના નેતાઓ સહિત 4 જુગાર રમતા ઝડપાયા:ઘુટુ રોડ પર ઓફિસમાંથી ₹5.24 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ભરણપોષણ કેસનો વોરંટવાળો આરોપી ઝડપાયો:ગઢડા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને જેલ હવાલે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment