Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈટો ગઈ ક્યાં?:ભુજ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઈટ, રસ્તાના પ્રશ્ને નગર સેવિકાનો હોબાળો

    14 hours ago

    ભુજ નગરપાલિકામાં પોતાના મત વિસ્તારના પ્રાથમિક પ્રશ્નો મુદ્દે મહિલા નગરસેવક દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. વોર્ડ નંબર 2 માં સ્ટ્રીટ લાઈટો બંધ હોવા અને કપચી-રેતીના કામો અટકેલા હોવાથી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની કડક સૂચના અને ઇમરજન્સી સત્તા હોવા છતાં લાઈટ સમિતિ કામગીરી કરવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે ભાજપના સંગઠનના માણસો પાલિકા ઓપરેટ કરતા હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. વોર્ડ નંબર 2 ના મહિલા સદસ્ય દ્વારા પાલિકાના મુખ્ય અધિકારી અને સ્ટ્રીટ લાઈટ શાખના હેડ સામે આકરા પ્રહારો કર્યા હતા. મહત્વનું છે કે સમગ્ર ભુજ શહેરમાં 10,000 જેટલા PGVCLના થાંભલાઓ અને પાલિકા સંચાલિત 28,000 જેટલી લાઈટો આવેલી છે તેવું જણાવતા અંજલિ ગોરે કહ્યું કે, આમ છતાં માત્ર એક જ વોર્ડના શેખ ફળિયા સહિતના વિસ્તારોમાં 200 થી 240 જેટલી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. સમગ્ર શહેરમાં આશરે 1200 થી વધુ લાઈટો હોવાની અને 800 થી વધુ વર્દીઓ પેન્ડિંગ હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, સ્થાનિક રસ્તાઓ માટે જરૂરી કપચી અને રેતીના વાર્ષિક કોન્ટ્રાક્ટ નક્કી ન થવાને કારણે પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે તે બાબતે સત્તાધીશો ગંભીર નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. નગરસેવક કિશોરદાન ગઢવીએ સી.ઓ.ની ચેમ્બર બહાર મુલાકાત માટે 4 થી 6 સમયનો બોર્ડ ઉખાડી ફેંક્યો હતો. શું છે પાલિકામાં ઇમરજન્સી સત્તા ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ, ચોમાસા કે આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોની સુવિધા અને સલામતી માટે પ્રમુખ અથવા સંબંધિત સમિતિના ચેરમેન પાસે ‘’ઇમરજન્સી પાવર’’ (તાત્કાલિક મંજૂરીની સત્તા) હોય છે. સામાન્ય સંજોગોમાં ટેન્ડર કે વાર્ષિક ભાવ નક્કી ન થયા હોય તો પણ, કલેક્ટરના નિર્દેશ અનુસાર નાગરિક સેવાઓ ખોરવાય નહીં તે માટે રૂ. 50,000 સુધીની મર્યાદામાં અથવા ખાસ મંજૂરીથી તાત્કાલિક ખરીદી અને રિપેરિંગ કરાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    મગર ગ્રીલમાં ફસાતા રેસ્ક્યુ કરાયો:પૂરના પાણી ઓસરતાં વડોદરાના પોર ખાતે બળીયાદેવ મંદિર પાછળ ગ્રીલમાં ફસાયેલા મગરનું 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયો, ઢાઢર નદીમાં મુક્ત કરાયો
    Next Article
    Assam के Nepalikhuti में Gorkha किसान बोला, 'जहां गायें बांधता था, वहां जाने की हिम्मत नहीं हो रही'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment