Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડા ભાજપ મહામંત્રી તરીકે રમેશ તડવીની નિમણૂક:ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત કરવાની કવાયત તેજ કરી

    11 hours ago

    દાહોદ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. લીમખેડા તાલુકા ભાજપના મહામંત્રી તરીકે રમેશભાઈ મંગળાભાઈ તડવીની નિમણૂક કરવામાં આવી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા સતત પ્રયાસરત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા સંગઠનમાં મોટા ફેરફારોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે લીમખેડા મંડળમાં નવી જવાબદારી સોંપાઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ઘરીયા અને જિલ્લા પ્રભારી રાજેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ આ નિમણૂક કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી લીમખેડા મંડળના નવનિયુક્ત મહામંત્રી તરીકે રમેશ મંગળા તડવીની સત્તાવાર નિમણૂક અંગે કાર્યાલય ઇન્ચાર્જ અને મહામંત્રી મુકેશ લબાના દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરાયો છે. આ નિયુક્તિ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ રણનીતિ ઘડવામાં આવી રહી છે. ચૂંટણીમાં વિજય મેળવવા માટે પક્ષ દ્વારા સંગઠનના તમામ ખાલી હોદ્દાઓ પર સત્વરે યોગ્ય અને સક્રિય કાર્યકર્તાઓની નિયુક્તિઓ કરવામાં આવી રહી છે. માત્ર તાલુકા કક્ષાએ જ નહીં, પરંતુ બૂથ લેવલ સુધીના તમામ સ્તરે કાર્યકર્તાઓની નિમણૂક કરી સંગઠનને પાયાથી વધુ સશક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. લીમખેડા વિધાનસભા બેઠક પર ભવ્ય બહુમતી મેળવવા અને પક્ષના નીતિ-નિયમો તથા વિકાસ કાર્યોને જન-જન સુધી પહોંચાડવા માટે આ સંગઠનાત્મક ફેરફારો મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    લંડનમાં પ્રથમવાર ઐતિહાસિક સંત સંસદનું આયોજન થશે:ગઢડાના એસપી સ્વામી સહિત અગ્રણી સંતો 7 થી 14 ઓગસ્ટ દરમિયાન ઉપસ્થિત રહેશે
    Next Article
    જામનગરમાં ગંદકી ફેલાવતા 378 વેપારીઓ સામે કાર્યવાહી:મહાનગરપાલિકાએ ₹2.28 લાખનો દંડ વસૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment