Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યક્રમ:ધારી તાલુકાના દલખાણિયામાં પ્રાકૃતિક ખેતી વિષયકની વિશેષ તાલીમ યોજાઈ

    1 day ago

    ધારી તાલુકાના દલખાણિયા ગામ ખાતે દલખાણિયા પગાર કેન્દ્ર શાળામાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દલખાણિયા તથા આસપાસના વિસ્તારોના 150થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટિંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું તત્ત્વજ્ઞાન, તેના વૈજ્ઞાનિક આધાર તેમજ વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવામૃત, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ, જીવાત અને રોગ નિયંત્રણ તથા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જમીનની તંદુરસ્તી જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ટકાઉ કૃષિ વ્યવસ્થા વિકસાવવા માટે અસરકારક છે. કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીના પ્રિન્સિપાલ ડો. એસ.પી.દેશમુખે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે વૈજ્ઞાનિક માહિતી આપી હતી. સુડાવડ ગામના સરપંચ તથા પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ટીંબી-સોંદરડા વચ્ચે હાઇવે પરની ઘટના:રોંગ સાઇડમાં ધસી આવી કાર સાથે અથડાતા બાઇકચાલક ઇજાગ્રસ્ત
    Next Article
    રામ મંદિર ટ્રસ્ટમાંથી ભૈયાજી જોશીનું રાજીનામું:સંરક્ષક પદ છોડ્યું, સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું; અયોધ્યામાં જમીન ખરીદી વિવાદ બાદ જવાબદારી મળી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment