Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીંબી-સોંદરડા વચ્ચે હાઇવે પરની ઘટના:રોંગ સાઇડમાં ધસી આવી કાર સાથે અથડાતા બાઇકચાલક ઇજાગ્રસ્ત

    1 day ago

    જાફરાબાદના ટીંબી અને સોંદરડા ગામ વચ્ચે હાઇવે પર શનિવારે બપોરે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં રોંગ સાઇડમાં આવી રહેલી બાઇક કાર સાથે અથડાતાં બાઇકચાલકને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને કારચાલકે પોલીસમાં ફરિયાદ આપી છે. મૂળ ઉનાના વિવેકાનંદ પાર્ક વિસ્તારમાં રહેતા અને હાલ ખેડબ્રહ્મા રહેતા અને નોકરી કરતા આશિષકુમાર નાથાલાલ કુહાડીયા પોતાની GJ-32-AA-1518 નંબરની કાર લઈને ખેડબ્રહ્માથી ઉના તરફ જઈ રહ્યા હતા. ત્યારે બપોરે આશરે 3 વાગ્યે ટીંબી ગામથી આગળ સોંદરડા ગામના પાટિયા નજીક હાઇવેના વળાંક પર પહોંચતા સામે તરફથી આવતા GJ-14-BF-4308 નંબરના બાઇક ચાલક કથિત રીતે રોંગ સાઇડમાં પૂરઝડપે અને બેદરકારીથી આવી કારની જમણી બાજુ અથડાયો હતો. અને ચાલક રોડની વચ્ચેની પાળી નજીક પટકાતા તેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને કારચાલકની ફરિયાદના આધારે પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી વધુ આગળની ધોરણસરની તપાસ પણ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના દ્વારકેશ નગરમાં ચડ્ડી ગેંગ ત્રાટકી:બે મકાનના તાળા તોડી રોકડ, 10 તોલા સોનું, 600 ગ્રામ ચાંદીની ચોરી
    Next Article
    કાર્યક્રમ:ધારી તાલુકાના દલખાણિયામાં પ્રાકૃતિક ખેતી વિષયકની વિશેષ તાલીમ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment