Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ જિલ્લા પંચાયત બહાર એમ્બ્યુલન્સમાં આગ:ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ

    1 day ago

    ભુજ શહેરના જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર નજીક સોમવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આગ લાગતાની સાથે જ એમ્બ્યુલન્સમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જે દૂરથી પણ દેખાતા હતા. આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. વાહનચાલક અને હાજર લોકોએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી ગઈ હતી. અગ્નિશામક કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી તાત્કાલિક કામગીરી હાથ ધરી અને ટૂંકા સમયમાં જ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટના સમયે જિલ્લા પંચાયત વિસ્તાર તેમજ મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર ચાલુ હોવાથી થોડા સમય માટે ટ્રાફિક પર અસર જોવા મળી હતી. લોકોમાં કુતૂહલ ફેલાતાં ભીડ ઉમટી પડી હતી, જેને પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ નિયંત્રિત કરી લોકોને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપી હતી. આગને કારણે એમ્બ્યુલન્સને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ કોલેજ રોડ પર લેવલના અભાવે પાણી ભરાયા:વિદ્યાર્થીઓ-રહીશોને હાલાકી, પાલિકા-GUDCએ એકબીજા પર જવાબદારી ઢોળી
    Next Article
    Banaskantha News | બનાસકાંઠામાં ચાંદીપુરાનો કહેર | Amirgadh | Chandipura Case | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment