Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોલેજ રોડ પર લેવલના અભાવે પાણી ભરાયા:વિદ્યાર્થીઓ-રહીશોને હાલાકી, પાલિકા-GUDCએ એકબીજા પર જવાબદારી ઢોળી

    1 day ago

    પાટણના કોલેજ રોડ પર નવનિર્મિત સીસી રોડમાં લેવલના અભાવે ચોમાસા દરમિયાન ભારે પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નગરપાલિકા અને GUDC એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. તાજેતરમાં બનેલા આ સીસી રોડ પર સામાન્ય વરસાદમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાં કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દૈનિક હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને પાણીમાંથી પસાર થવું પડે છે. રસ્તા પર ભરાતા પાણીને કારણે વાહનચાલકો અને પદયાત્રીઓ માટે અકસ્માતનો ભય પણ રહેલો છે. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દ્વારા આ સમસ્યા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન નગરપાલિકાના તંત્રે જણાવ્યું હતું કે, આ રસ્તાનું કામ GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ, GUDCના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ સીસી રોડનું નિર્માણ કાર્ય નગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. બંને તંત્રો વચ્ચે જવાબદારીની આ ખેંચતાણને કારણે માર્ગની કાયમી સફાઈ કે લેવલિંગનું કામ અટવાઈ પડ્યું છે, જેના પરિણામે પ્રજાને સતત હાલાકી ભોગવવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ કેસ:કાંકરેજ અને અમીરગઢના બે દર્દીના મોત, એક સ્વસ્થ; સમગ્ર જિલ્લામાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ અભિયાન શરૂ
    Next Article
    ભુજ જિલ્લા પંચાયત બહાર એમ્બ્યુલન્સમાં આગ:ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment