Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લેમર, લાઇફસ્ટાઇલ અને કરોડોની સંપત્તિ!:સોશિયલ મીડિયા પર છવાયેલી ક્રિકેટર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કેટલું ભણેલી છે?

    2 days ago

    ટીમ ઈન્ડિયાના સ્ટાર અર્શદીપ સિંહના રિલેશન પર મહોર વાગ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સતત ચર્ચામાં છે. ઝડપી બોલરના ફેન્સ પણ હવે બંનેની દરેક એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. જોકે, સમરીન માત્ર એક મોડેલ કે એક્ટ્રેસ નથી. જમ્મુ-કાશ્મીરથી આવતી સમરીને પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ કોલેદમાંથી B.Com (Honours)નો અભ્યાસ કર્યો છે અને આજે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ મોટી ઓળખ બનાવી ચૂક્યા છે. સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વર્ષ 2018માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઇનલિસ્ટ રહી હતી. ત્યારબાદ તેણે મોડેલિંગની દુનિયામાં કદમ મૂક્યો અને ધીમે-ધીમે ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોઝનો જાણીતો ચહેરો બની ગઈ. કેટલું ભણેલી છે અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર? અભ્યાસની વાત કરીએ તો સમરીને સિમ્બાયોસિસ કોલેજ ઑફ આર્ટસ એન્ડ કોમર્સ, પુણેમાંથી B.Com (Honours)ની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું. સમરીને કબીર ખાનની ફિલ્મ '83', ZEE5ની 'Nail Polish' અને પંજાબી ફિલ્મ 'Sardaar Ji 2'માં કામ કર્યું છે. આ સિવાય તે બાદશાહ, ગુરુ રંધાવા, ઝુબિન નૌટિયાલ, જસ માનક અને મનિન્દર બુટ્ટર જેવા મશહૂર સિંગર્સના મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ સોશિયલ મીડિયા પર પણ સમરીનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે ફેશન, ટ્રાવેલ, ફિટનેસ અને લાઇનસ્ટાઇલ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. તો બીજી તરફ અર્શદીપ સિંહના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ક્યારે શરૂ થઈ બંનેના સંબંધોની ચર્ચાઓ? બંનેના સંબંધોની ચર્ચાઓ IPL 2026 દરમિયાન તેજ થઈ હતી. સમરીનને ઘણી વખત પંજાબ કિંગ્સની મેચમાં સ્ટેન્ડ્સમાંથી અર્શદીપનો ઉત્સાહ વધારતા જોવા મળી હતી. ત્યારબાદ બંનેની સાથેની તસવીરો અને સોશિયલ મીડિયા એક્ટિવિટી ચર્ચાનો વિષય બની. હવે અર્શદીપે ઇન્સ્ટાગ્રામ પર "My Person" કેપ્શન સાથે તસવીરો શેર કરીને આ તમામ અટકળો પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. સમરીન કૌરની નેટવર્થ કેટલી છે? સમરીન કૌરના બેંક બેલેન્સની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની અંદાજિત નેટ વર્થ લગભગ ₹8 કરોડથી ₹15 કરોડ છે. તેની કમાણીના સોર્સમાં એક્ટિંગ, મોડેલિંગ, ફેમિના મિસ ઇન્ડિયા 2018ના ફાઇનલિસ્ટ અને ડિજિટલ કન્ટેન્ટ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમની:ગુજરાતને ખાસ ટ્રિબ્યુટ આપવામાં આવશે; 2030ના યજમાન અમદાવાદને મશાલ સોંપવામાં આવશે
    Next Article
    How China's Surveillance Network Follows Foreigners Into Their Homes

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment