Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમની:ગુજરાતને ખાસ ટ્રિબ્યુટ આપવામાં આવશે; 2030ના યજમાન અમદાવાદને મશાલ સોંપવામાં આવશે

    2 days ago

    ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમની આજે રાત્રે 1:30 વાગ્યાથી શરૂ થશે. તેમાં સિંગર શંકર મહાદેવન પરફોર્મ કરશે. આ દરમિયાન 2030 ગેમ્સના યજમાન ભારતને બેટન (મશાલ) પાસ કરવામાં આવશે. ગેમ્સમાં પહેલીવાર તમામ 74 દેશોને બેટન આપવામાં આવશે. આ પહેલા માત્ર યજમાન દેશને બેટન પાસ કરવામાં આવતું હતું. સ્ટોરીમાં ગેમ્સની ક્લોઝિંગ સેરેમની વિશે… સેરેમનીની થીમ છે ‘કનેક્શન’ સેરેમની ગ્લાસગોના ‘ઓવો હાઈડ્રો એરિના’માં શરૂ થશે. શોની મુખ્ય થીમ છે કનેક્શન. એટલે કે 74 કોમનવેલ્થ દેશોને જોડવા અને એથ્લેટ્સને, ગ્લાસગોના લોકોને થેંક્યુ કહેવું. સ્કોટલેન્ડનો રોક બેન્ડ ‘સિમ્પલ માઇન્ડ્સ’, સ્થાનિક કલાકાર કેમી બર્ન્સ, બેમ્ઝ અને સેન્ડી થોમ સ્કોટલેન્ડને શ્રદ્ધાંજલિ આપશે. ફોક-ઇલેક્ટ્રોનિક બેન્ડ ‘એલિફન્ટ સેશન્સ’ પરફોર્મ કરશે. પહેલીવાર તમામ 74 દેશોને બેટન મળશે કિંગ્સ બેટન રિલે પ્રથમ વખત 1958 કાર્ડિફ ગેમ્સમાં શરૂ થઈ હતી. બેટન લગભગ 470 મિલીમીટર લાંબુ અને દરેક બાજુ 70 મિલીમીટર પહોળું હોય છે. તેમાં કિંગ ચાર્લ્સ III નો સંદેશ રાખવામાં આવે છે. ગ્લાસગોમાં પ્રથમ વખત તમામ 74 દેશો અને પ્રદેશોને પોતાનું અલગ કસ્ટમાઇઝ્ડ બેટન મળશે. તેને તમામ દેશો પોતાની સંસ્કૃતિ પ્રમાણે ડિઝાઇન કરી શકે છે. ગુજરાતને ટ્રિબ્યુટ આપશે કલાકારો ભારત માટે 20 મિનિટનો ખાસ ‘હેન્ડઓવર સેગમેન્ટ’ હશે. તેમાં શંકર મહાદેવન તેમના પુત્ર સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. તેમની સાથે ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળશે. પર્ફોર્મન્સમાં ખાસ કરીને ગુજરાતને ટ્રિબ્યુટ આપવામાં આવશે, જ્યાં 2030ની ગેમ્સ રમાવાની છે. 2030માં ગેમ્સના 100 વર્ષ પૂરા થશે 2030માં કોમનવેલ્થ ગેમ્સ તેના 100 વર્ષ પૂરા કરશે. પ્રથમ એડિશન 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં યોજાયું હતું. ભારત બીજી વખત ગેમ્સની યજમાની કરશે. 2010ની ગેમ્સ ભારતના દિલ્હીમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત ગેમ્સની યજમાની કરી છે. કેનેડા અને સ્કોટલેન્ડમાં 4 વખત ટુર્નામેન્ટ રમાઈ હતી. ભારત 2010માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે ભારત આ પહેલા પણ અનેક મોટી મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યું છે. 1951 અને 1982માં એશિયન ગેમ્સ દિલ્હીમાં રમાઈ હતી. 2003માં આફ્રો-એશિયન ગેમ્સ હૈદરાબાદમાં યોજાઈ હતી. પછી 2010માં દિલ્હીમાં ભારતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. યજમાનીમાં ભારતે 101 મેડલ જીત્યા હતા 2010ની આવૃત્તિમાં ભારતે 101 મેડલ જીત્યા હતા. તેમાં 38 ગોલ્ડ, 27 સિલ્વર અને 26 બ્રોન્ઝનો સમાવેશ થતો હતો. આ અત્યાર સુધી ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    "Respects Sovereignty Of Both": Iran Says Close To Hormuz Deal With Oman
    Next Article
    ગ્લેમર, લાઇફસ્ટાઇલ અને કરોડોની સંપત્તિ!:સોશિયલ મીડિયા પર છવાયેલી ક્રિકેટર અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર કેટલું ભણેલી છે?

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment