Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફરિયાદ પાછી ખેંચ નહિતર હનીટ્રેપમાં જેલમાં સડાવી દેશું!':બ્યુટી પાર્લર સંચાલક અને ફાઇનાન્સરે મળીને મહિલાની જિંદગી નરક બનાવી, અલગ-અલગ ફાર્મ હાઉસમાં લઈ જઈ પીડિતાનું શોષણ

    8 hours ago

    સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેહવ્યાપાર, બળાત્કારનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિત મહિલાની મરજી વિરુદ્ધ તેને અલગ-અલગ જગ્યાઓએ લઈ જઈને દબાણપૂર્વક દેહવ્યાપારના ધંધામાં ધકેલવામાં આવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે મહિલા સહિત 8થી વધુ સામે બળાત્કાર અને ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક વર્ષથી ચાલતું હતું શોષણનું ચક્ર પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, આ કૌભાંડ આજથી આશરે એક વર્ષ પહેલાંથી લઈને તારીખ 15-04-2026 સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ સ્થળોએ આચરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને પીડિતાને ફસાવી હતી અને સુરતના અલગ-અલગ ફાર્મ હાઉસો જેવા કે ગ્રીન ફાર્મ હાઉસ, જે.પી.એસ. હોમ્સ ફાર્મ હાઉસ ખાતે લઈ જઈને તેની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. મુખ્ય આરોપીઓ અને ફાર્મ હાઉસ માલિકોની પણ સંડોવણી પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ આ ગુનામાં મુખ્યત્વે 8 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં કરીના ઉર્ફે કાજલ (રહે. કામરેજ ટોલ નાકા પાસે, મૂળ બ્યુટી પાર્લર સંચાલક), ગોવિંદ (ફાઇનાન્સર, રહે. કામરેજ), રાજુભાઈ કાંતિભાઈ ભંડેરી (ઉ.વ. 38, રહે. રાધે ક્રિષ્ના સોસાયટી, વેલંજા / મૂળ ગોંડલ), વર્ષાબેન રાજુભાઈ ભંડેરી (રહે. વેલંજા, સુરત), મુકેશ (ફાર્મ હાઉસ, કારેલી), કુલદીપ (જે.પી.એસ. હોમ્સ, ઓલપાડ), મુકેશ (જે.પી.એસ. હોમ્સ, અડાજણ/ઓલપાડ) અને શબાના ઉર્ફે આશુ ઉર્ફે આશીયાના (ઉ.વ. 32, રહે. જહાંગીરપુરા, સુરત) ફરિયાદ પાછી ખેંચ, નહીંતર હનીટ્રેપમાં ફસાવી દેશું ફરિયાદી મહિલાએ અગાઉ પુણા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે અરજી કરી હતી. જેની જાણ થતાં આરોપી રાજુભાઈ ભંડેરી, વર્ષાબેન ભંડેરી, મુકેશ અને આશુબેન વગેરેએ મહિલાને ધમકાવી હતી કે, જો તું ફરિયાદ પાછી નહીં લે તો તારો કોઈ અતો-પતો નહીં મળે. તને ખોટા હનીટ્રેપના કેસમાં ફિટ કરી દેશું, જેથી તું જેલમાં સડી જઈશ અને જામીન પણ નહીં થાય. અમારી રાજકીય અને પોલીસમાં ઘણી ઓળખાણ છે. આ રીતે આરોપીઓએ ડર બતાવીને મહિલાનું સતત શોષણ કર્યું હતું. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પો.સ.ઇ. ડી.ડી. રાઠોડ (ઉમરા ચોકી, ઉત્રાણ પો.સ્ટે.) દ્વારા આગળની તપાસનો દોર સંભાળવામાં આવ્યો છે. પોલીસ હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવા અને કૌભાંડના ઊંડાણ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ind vs AFG ODI Series: गिल और यशस्वी को लेकर टीम इंडिया में कन्फ्यूजन? | Shubhman Gill | Jaiswal
    Next Article
    PM મોદીનું લાઈવ સંબોધન, યુવાનોને નશામુક્તિનો સંદેશ:વેરાવળ BAPS ગુરુકુળમાં 'નશામુક્ત યુવા, વિકસિત ભારત' અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment