Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અક્ષરવાડીમાં PM મોદીના જન્મદિવસે આશીર્વાદનો દીવો કાર્યક્રમ યોજાયો ​:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ અને જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ BAPS અક્ષરવાડી ખાતે નાગરિકો અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી દીર્ઘાયુની પ્રાર્થના કરી

    6 hours ago

    ​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તેમજ તેમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના BAPS અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે એક ભવ્ય 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં નાગરિકો, સંતો અને મહાનુભાવોએ એકત્રિત થઈને જ્યોત પ્રગટાવી હતી. સૌએ દીવો પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ આવી જ રીતે નિરોગી રહી રાષ્ટ્રની સેવા કરતા રહે તેવી ભાવપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. ​કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવાના 25 વર્ષ નિમિત્તે શરૂ કરાયેલા એક મહિના સુધી ચાલનારા 'સેવા સંકલ્પ અભિયાન'માં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમણે વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ અને નાગરિકોને સ્વચ્છતા સહિતના સેવાકીય કાર્યોમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને છેલ્લા 12 વર્ષોમાં દરેક નાગરિક સુધી યોજનાઓના લાભ પહોંચાડ્યા છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ તેમના દરેક સંકલ્પમાં સહયોગ આપવો જોઈએ. ​જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આજના દિવસે BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં નગરજનોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વિશાળ કાર્યક્રમ સંપન્ન થયો છે. વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મેયર, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ એકસાથે દીવડા પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    18 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 1ના જાતકોને નવી જવાબદારીઓ મળશે, અંક 6ના જાતકોને મુસાફરીનો યોગ બનશે
    Next Article
    From Footsteps To Songs: Seniors' Impromptu Tribute To Kishore Kumar Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment