Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકુ તલાવડી નજીક નજીવી બોલાચાલીમાં શખસોએ ઈનોવાના કાચની તોડફોડ કરી:શખસોએ ગેરકાયદે મંડળી રચી પ્લોટના કેમેરા અને લાઈટો બંધ કરાવી

    2 days ago

    ભાવનગર શહેરના ચકુ તલાવડી વિસ્તારમાં બાઈક નમી જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ જૂની અદાવત રાખી પિતા-પુત્ર સહિત 9 શખસોની ગેરકાયદે મંડળીએ એક વેપારીની ઓફિસ અને પ્લોટ પર આવી ધમાલ મચાવી હતી. હુમલાખોરોએ સીસીટીવી કેમેરા અને લાઈટો બંધ કરાવી ઈનોવા કારના કાચ તોડી નાખ્યા હતા તેમજ વેપારીના ભાઈ, સુપરવાઈઝર અને ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. બાઈક નમી જવાની નજીવી બાબતે થઈ હતી બોલાચાલી પોલીસ સૂત્રો પાસે મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના સુમેરુ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ચકુ તલાવડી સામે આવેલી સંકલ્પ સોસાયટીમાં ઓફિસ ધરાવતા અશોકભાઈ મનજીભાઈ બારૈયા ગત તા. 31ની રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે પોતાની ઈનોવા કારમાં ડ્રાઈવર હરેશભાઈને મૂકવા માટે પોતાની ઓફિસે ગયા હતા. તે સમયે લગ્ધીરસિંહ ચુડાસમા પોતાનું બાઈક લઈને ત્યાંથી પસાર થતાં અશોકભાઈ તેમને મળવા ગયા હતા. આ દરમિયાન બાઈક નમી જતાં લગ્ધીરસિંહે "તારી ગાડીની લાઈટ બંધ કરી દે" તેમ કહી તુકારો કર્યો હતો. વેપારી અશોકભાઈએ તુકારો કરવાની ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્લોટમાં ઘૂસી તોડફોડ કરી માર માર્યો આ બોલાચાલીની અદાવત રાખીને લગ્ધીરસિંહ ચુડાસમા, તેનો પુત્ર મયુરસિંહ લગ્ધીરસિંહ ચુડાસમા, કૌટુંબિક ભત્રીજો યુવરાજસિંહ ચુડાસમા અને અન્ય 6 અજાણ્યા શખસો લાકડાના ધોકા સાથે ગેરકાયદે મંડળી રચીને વેપારીના પ્લોટ પર ધસી આવ્યા હતા. તમામ શખસોએ પ્લોટ પરના સીસીટીવી કેમેરા અને લાઈટો બંધ કરાવી દીધી હતી અને ત્યાં પાર્ક કરેલી ઈનોવા કારના કાચ તોડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, ત્યાં હાજર વેપારીના ભાઈ પ્રવિણભાઈ, સુપરવાઈઝર નિરવભાઈ જાંબુચા અને ડ્રાઈવર રાજકુમારને ઢીંકાપાટુનો ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ભરતનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ હુમલાની ઘટના બાદ અશોકભાઈ બારૈયાએ ભરતનગર પોલીસ મથકમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189(2), 191(2), 115(2), 351(2), 352, 324(4) અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવ પર જીવલેણ હુમલાનો પ્રયાસ:આરોપી ચાકુ લઈને આવ્યો હતો, સમર્થકોએ મારપીટ કરી; સંસદ પરિસરમાં દાન ચોરીનું નાટક કર્યું હતું
    Next Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ક્રૂઝ તૈયાર:નર્મદા નદીમાં ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે, સપ્ટેમ્બરના અંતમાં ટ્રાયલ રન બાદ પ્રવાસીઓ માટે સેવાઓ શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment