Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600 મુસાફરોની ક્રૂઝ તૈયાર:નર્મદા નદીમાં ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટિનેશન બનશે, સપ્ટેમ્બરના અંતમાં ટ્રાયલ રન બાદ પ્રવાસીઓ માટે સેવાઓ શરૂ થશે

    1 day ago

    રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે પ્રવાસનને વધુ આકર્ષક બનાવવા માટે નર્મદા નદીમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ક્રૂઝબોટ શરૂ કરવાની તૈયારી અંતિમ તબક્કામાં છે. આ ક્રૂઝબોટ અંદાજે 260 ટન વજન અને 600થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. ગુજરાતમાં પ્રથમવાર આ જળમાર્ગ પર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખ મેળવશે. હાલમાં બોટની પૂજા કરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં SOUના ડેપ્યુટી કલેક્ટર ગોપાલ બામણીયા, રમાડા હોટલના મેનેજર મનોજ મહારાજ અને એકતાનગર કેવડિયાના આગેવાન રણજીત તડવી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ગોવાના એકતા ક્રૂઝબોટના મુખ્ય સંચાલક પ્રદીપ ડિસોઝાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય ક્રૂઝબોટનું નિર્માણ નર્મદા કિનારે આશરે 14 મહિનામાં રૂ. 12 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. બોટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ માટે સેવાઓ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝબોટમાં સામાન્ય પ્રવાસ ઉપરાંત લગ્ન સમારોહ, રિસેપ્શન, બર્થડે પાર્ટી, એનિવર્સરી, કોર્પોરેટ ઇવેન્ટ્સ તેમજ અન્ય સામાજિક પ્રસંગોનું આયોજન પણ કરી શકાશે. ગુજરાતમાં પ્રથમ વખત પાણીની વચ્ચે તરતી બોટમાં આવા કાર્યક્રમો યોજવાની અનોખી સુવિધા ઉપલબ્ધ બનશે. પ્રવાસીઓ માટે દરરોજ ક્રૂઝ સફરની ટિકિટ રૂ. 413 રાખવામાં આવી છે, જેમાં એક સાથે 600 મુસાફરો પ્રવાસનો આનંદ માણી શકશે. જ્યારે સાંજના ડિનર વિથ ક્રૂઝ માટે પ્રતિ વ્યક્તિ રૂ. 1,416 ટિકિટ નક્કી કરવામાં આવી છે, જેમાં 250થી વધુ લોકો ભાગ લઈ શકશે. ક્રૂઝબોટમાં પ્રવાસીઓને મનોરંજન માટે ડાન્સ પાર્ટી, આદિવાસી લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઈવ એન્ટરટેઈનમેન્ટ જેવી વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી નર્મદા નદીમાં સફર વધુ યાદગાર બની રહે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ક્રૂઝબોટનું વિધિવત લોકાર્પણ થવાની શક્યતા છે. લોકાર્પણ બાદ વડાપ્રધાન આ નવી ક્રૂઝબોટમાં પ્રવાસ પણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ચકુ તલાવડી નજીક નજીવી બોલાચાલીમાં શખસોએ ઈનોવાના કાચની તોડફોડ કરી:શખસોએ ગેરકાયદે મંડળી રચી પ્લોટના કેમેરા અને લાઈટો બંધ કરાવી
    Next Article
    બોટાદના બાબરકોટમાં કાચું મકાન ધરાશાયી:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment