Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઉછીના આપેલા માંગુ, તો કહે પૈસા ના હોય તો મરી-જા:સુરતમાં મિત્રોની ધમકીથી કંટાળી વેપારીનો આપઘાત, ફ્રેન્ડશિપ ડેના દિવસે ત્રણ દગાખોર મિત્રની ધરપકડ

    2 days ago

    સુરતમાં વેપારી મિત્રને આત્મહત્યા માટે મજબૂર કરનાર ત્રણ મિત્રની ફ્રેન્ડશિપ ડેના દિવસે જ ધરપકડ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા વેપારી રાજેશભાઈ કુંજડીયાએ 30 જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જેની પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, ત્રણ મિત્રએ ₹ 17.32 લાખ ઉછીના લઈ પરત કરવાના બદલે મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમમાં ફરિયાદની ધમકી આપતા અને પૈસા ન હોય તો મરી જવાય એવું કહેતા આખરે કંટાળીને આ પગલું ભર્યું હતું. મિત્રએ કેનેડા જવાનું કહી 14 લાખ રોકડા લીધા એમ્બ્રોઈડરીના ધંધાર્થી અને મૂળ જૂનાગઢ વિસાવદર મોણીયા ગામના વતની રાજેશભાઈ પત્ની ભાવિકાબેન અને બે બાળક સાથે શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા હતા. ત્રણેક મહિનાથી કાપડના ધંધામાં મંદી ચાલતી હોય મશીન બંધ કરી વેચી દીધા હતા. મશીનના વેચાણથી 14 લાખ આવ્યા હતા. જે રાજેશભાઈએ તેમના મિત્ર ઘનશ્યામભાઈ આહિરને કેનેડા જવું હોવાથી ફેબ્રુઆરી,2026માં આપ્યા હતા. પૈસા પરત માંગ્યા તો ધમકી આપી જો કે, એક મહિના બાદ રાજેશભાઈએ પૈસા પરત માંગ્યા તો ઘનશ્યામે ના પાડી હતી. એટલું જ નહીં ઘનશ્યામે રાજેશભાઈને ટ્રાન્ઝેક્શનમાં ભાગ આપવાનું કહી છ બેન્કમાં મ્યુલ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા અને તે અંગે તેમને સમજ પડતી નહોતી. જે બાદ પોતે ફસાયા છે તેવી જાણ થઈ હતી. આ સમયે મિત્ર ઘનશ્યામે તેમને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદની ધમકી આપતા રાજેશભાઈ ગભરાઈ ગયા હતા. જ્યારે રાજેશભાઈએ અન્ય બે મિત્ર નિક્સિત ઉર્ફે રીકી અને દાઢી આહીરને પણ 2 લાખ અને 1.32 લાખ ઉછીના આપ્યા એ બંને પણ પરત કરતા નહોતા. ઝેરી દવા પી વેપારીએ આપઘાત કરી લીધો 30 જુલાઈએ રાજેશભાઈએ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. એ પહેલા મિત્રોની ધમકીઓ અને દગાના કારણે રાજેશભાઈ કંટાળી ગયા હતા. ત્યારે રાજેશભાઈએ સુસાઈડ નોટ લખી હતી. એ લખેલી સુસાઈડ નોટ પોતાના મોપેડમાં મૂકી દીધી હતી. જે બાદ રાજેશભાઈ પોતાની દીકરીને લઈ બહાર ગયા હતા. એ મોપેડ સાથે જ દીકરીને ઘરે મોકલી દીધી હતી. બાદમાં ઝેરી દવા પીને ઘરે પરત ફર્યાં હતા. ઘરે પહોંચતા જ પત્નીને પતિ રાજેશભાઈના મોઢામાંથી દુર્ગંભ આવતા અને તેમને ઉલ્ટી થતી હોવાથી હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, સારવાર સમયે તેમનું મોત નિપજ્યું હતું. અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ પણ વાંચો: સુરતમાં યુવક હેવાન બન્યો, માતાને ટૂંપો આપી ગળાફાંસો ખાધો સુરતમાં વરાછામાં એ.કે.રોડ પર રૂપમ સોસાયટીમાં 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં 40થી 50 લાખનું દેવું થઈ જતાં પોતાની માતાની ગળે ટૂંપો આપી દઈ હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ઝેરી કોમન ક્રેટ સાપનું સફળ રેસ્ક્યુ:રહેણાંક મકાનમાંથી વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે સુરક્ષિત બહાર કાઢ્યો
    Next Article
    91 બોલ, 233 રન અને બાઉન્ડરીથી 202 રન!:ખરાબ ફોર્મ વચ્ચે અભિષેક શર્માએ બેવડી સદી ફટકારી, ઇનિંગમાં 25 સિક્સર-15 ચોગ્ગા ફટકાર્યા; ટીમે 533 રન બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment