Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ઝેરી કોમન ક્રેટ સાપનું સફળ રેસ્ક્યુ:રહેણાંક મકાનમાંથી વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે સુરક્ષિત બહાર કાઢ્યો

    2 days ago

    ગોધરાના બામરોલી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાંથી ઝેરી કોમન ક્રેટ સાપ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ચંદન બાગ નજીક આવેલા મકાનના માલિક રાજુ બારીયાએ સાપ દેખાતા જ વાઇલ્ડ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ ટીમના સભ્યો આકાશ ભોઈ અને વસંત ભોઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક ઝેરી કોમન ક્રેટ સાપને પકડી પાડ્યો હતો. ત્યારબાદ, સાપને સુરક્ષિત રીતે તેના કુદરતી નિવાસસ્થાન એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સમયસર અને ત્વરિત કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નહોતી. વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો તેને મારવાનો પ્રયાસ ન કરે, પરંતુ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગને જાણ કરે જેથી સુરક્ષિત રીતે તેનું રેસ્ક્યુ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    'ઉછીના આપેલા માંગુ, તો કહે પૈસા ના હોય તો મરી:સુરતમાં મિત્રોની ધમકીથી કંટાળી વેપારીનો આપઘાત, ફ્રેન્ડશિપ ડેના દિવસે ત્રણ દગાખોર મિત્રની ધરપકડ
    Next Article
    'ઉછીના આપેલા માંગુ, તો કહે પૈસા ના હોય તો મરી-જા:સુરતમાં મિત્રોની ધમકીથી કંટાળી વેપારીનો આપઘાત, ફ્રેન્ડશિપ ડેના દિવસે ત્રણ દગાખોર મિત્રની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment