Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા કોલેજ સર્કલ પાસે એક્ટિવાચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત:બ્લડ બેન્ક નજીક રોડની સાઈડમાં ઊભા હતા ને અકસ્માત સર્જાયો, સારવાર દરમિયાન મોત નીપજ્યું

    2 days ago

    ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દીપકચોક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ એક્ટિવા ચાલકે રોડ સાઈડમાં ઉભેલા 79 વર્ષીય વૃદ્ધ સહિત બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બ્લડ બેન્ક નજીક રોડ સાઈડમાં ઉભા હતા વૃદ્ધ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભાવનગરના આનંદનગર વિસ્તારમાં આવેલા હુડકો, પ્લોટ નં. 338-સી ખાતે રહેતા દીલીપસિંહ દેશળસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે. ગતરોજ બપોરે આશરે ત્રણ વાગ્યાના સુમારે તેમના 79 વર્ષીય પિતા દેશળસિંહજી પરમાર મહિલા કોલેજ સર્કલ પાસે આવેલી બ્લડ બેન્ક નજીક રોડની સાઈડમાં ઉભા હતા. તે સમયે દીપક ચોક તરફથી આવી રહેલા એક્ટિવા (નંબર: GJ-04-DM-3684) ના ચાલકે બેફિકરાઈપૂર્વક વાહન ચલાવી દેશળસિંહજીને જોરદાર ટક્કર મારી હતી. સારવાર દરમિયાન વૃદ્ધે દમ તોડ્યો આ અકસ્માતમાં દેશળસિંહજીને માથા, હાથ, પગ તેમજ ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય એક રાહદારી રોહિતભાઈ પ્રભુભાઈ રાઠોડ પણ અડફેટે આવતાં તેમને પગ અને ડાબા હાથે ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ એક્ટિવા ચાલક પોતાનું વાહન મૂકીને અથવા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ગંભીર રીતે ઘવાયેલા દેશળસિંહજીને સારવાર અર્થે સર ટી. (સર તખ્તસિંહજી) હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું. ઘોઘારોડ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો ઘટનાની જાણ થતાં જ ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે એક્ટિવા ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 134, 184, અને 177 હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    "આજે તને પતાવી દેવો છે" કહી યુવાનની જાહેરમાં હત્યા:હત્યાના પ્રયાસની ફરિયાદમાં સમાધાન ન કરતા યુવાનને 2 શખસોએ છરીના ઘા મારી પતાવી દીધો
    Next Article
    રૂપસુંદરી સાથે લગ્નના નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 11 યુવકોને છેતર્યા, કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment