Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપસુંદરી સાથે લગ્નના નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 11 યુવકોને છેતર્યા, કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો

    2 days ago

    ગુજરાતમાં રૂપસુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેણે સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 11 યુવકો સાથે છેતરપિંડી આચરી હતી. આ સાથે ગોંડલમાં એક યુવક પાસેથી રૂપના અંબાર ધરાવતી યુવતી સાથે લગ્ન કરાવવાના નામે 3.50 લાખ રૂપિયા લેતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ઠગાઈનો પર્દાફાશ કરવા માટે એક પોલીસ કોન્સ્ટેબલ વરરાજા બનીને માસ્ટરમાઇન્ડ વલસાડના હિતેશ કાપડીયા સાથે સંપર્ક કર્યો હતો અને પ્લાન મુજબ હિતેશને રંગેહાથ દબોચી લીધો હતો. આ સમગ્ર રેડ ઓપરેશનનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેનાથી લગ્નના નામે ઠગતી આ શાતિર ગેંગના કાળા કારનામા ખુલ્લા પડ્યા છે. કાપોદ્રાના યુવકને ઠગ્યોને પોલીસની રડારમાં આવ્યો સુરતના કાપોદ્રા PI આર. એમ. સોલંકી પાસે એક પરિવાર આવ્યો હતો. છેલ્લાં થોડાંક સમયથી હૈદરાબાદમાં અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા જીતુભાઈએ પુત્રના લગ્ન વલસાડ, મોગરાવાડીનાં હિતેશ રતિલાલ કાપડીયાને 2.20 લાખ આપી તેની સાળી સ્વાતિ રાજકુમાર રજક (રહે, નાગપુર) સાથે ગત 28મી માર્ચે કરાવ્યા હતા. લગ્નમાં દુલ્હનનાં ઘરેણાં સહિત 2.80 લાખનો ખર્ચ કર્યો હતો. એક જ મહિનામાં આ દુલ્હન ભાગી ગઈ હતી અને હિતેશ તેની પત્ની બનીને આવેલી અનિતા બાબુરાવ કદમ અને પત્નીની ફોઈની પુત્રી શિતલ પણ ભાગી છૂટી હતી. ટોળકી લગ્ન વાંચ્છુક યુવકો અને આધેડને ખંખેરતા હિતેશનો ફોટો બતાવતાં જ પોલીસ આખો મામલો સમજી ગઈ હતી. હિતેશ કાપડીયા લૂંટેરી દુલ્હન ટોળકીનો માસ્ટર માઇન્ડ હોવાનું અને તેની પત્ની, સાળી બનીને આવી હતી તે બધી જ ટોળકીની સભ્ય હતી. બહુનામધારી હિતેશ કાપડીયા, રાહુલ, રસિક, રાજુ નામ ધારણ કરી લગ્ન વાંચ્છુક યુવકો અને આધેડને ખંખેરી લેતો હતો. વરાછા, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, કતારગામમાં તે ભૂતકાળમાં ઝડપાઈ ચૂક્યો હતો. 5 લૂંટેરી દુલ્હન સહિત ગેંગનું કારસ્તાન, બોગસ આધારકાર્ડ મળ્યા હિતેશની ગેંગમાં પાંચ લૂંટેરી દુલ્હન અને ત્રણ પુરૂષ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સ્વાતિ, શિતલ, રેશમા, પ્રણાલી અને રૂબી નામની યુવતીઓ સામેલ હતી. હિતેશ સહિત ટોળકીમાં બે પુરૂષો સામેલ રહેતાં. જેઓ અલગ અલગ નામ કે કન્યાના પિતા, ભાઇનો રોલ કરતાં. હિતેશ પણ અલગ અલગ નામ ધારણ કરતો. હિતેશ સહિત ટોળકી પાસેથી અલગ અલગ નામનાં બોગસ આધારકાર્ડ સહિતના ઓળખપત્રો પણ પોલીસને મળી આવ્યા હતા. કોન્સ્ટેબલે વરરાજા બનીને મુખ્ય સૂત્રધારને દબોચ્યો વલસાડમાં જ ક્યાંક છુપાઈને રહેતો હિતેશ કાપડીયા પોલીસના હાથમાં આવતો નહિ હોઈ, ત્યારે કોન્સ્ટેબલ મુસ્તાકે નવી તરકીબ અજમાવી હતી. કોન્સ્ટેબલે સામાન્ય શખ્સ તરીકે હિતેશને કોલ કર્યો હતો અને પોતાનાં લગ્ન નહિ થતાં હોઈ દુલ્હન ખરીદવા માંગતો હોવાનું જાહેર કરી ઝાંસામાં લીધો હતો. પોતે નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવતાં જ લલચાયેલો હિતેશ સુરત આવતાં જ પોલીસે છટકું ગોઠવી દબોચી લીધો હતો. ગોંડલમાં યુવકને ફસાવી 3.50 લાખ અને સોનાના ઘરેણા પણ પડાવ્યા ગોંડલના એક 25 વર્ષીય એસી સર્વિસનું કામ કરતા યુવકને વાસદના જયેશ પટેલ સાથે સંપર્ક થયો હતો. લગ્ન કરવા હોવાથી તેણે રાહુલ પટેલ (કાપડિયા)નો સંપર્ક કરાવ્યો હતો. રાહુલે રૂપસુંદરી એવી પ્રણાલી નામની યુવતી યુવકને બતાવી હતી. યુવકે લગ્નની હા કહેતા 3.50 લાખ રૂપિયામાં લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. યુવકે રૂ. 3.50 લાખ આપ્યા તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. પ્રણાલી યુવક પાસે આવ્યા બાદ આઠ દિવસ તેની સાથે રહી હતી અને સોનાનુ મંગળસૂત્ર, બુટ્ટી અને એક વીંટી સહિત અંદાજિત 5 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. જેમાં પણ મુખ્ય સૂત્રધાર કાપડિયા જ હતો. ઉત્રાણના યુવકને રેશમા સાથે લગ્ન કરાવી ઠગાઈ કરી લૂંટેરીની ગેંગના સાગરીતો રેશ્મા ભાવેશભાઈ પટેલ (રહે.બજાજ નગર, મોહતા દેવી, પરીસર, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ), સંગીતાબેન રાજુભાઈ પટેલ (રહે.નિશાળ ફળીયુ, નાના પોઢા, તા. કપરાડા, જી.વલસાડ), રાહુલ રમેશભાઈ પટેલ (રહે. હરીયા હોસ્પિટલ, શિવનગર, ગુંજન ચોકડી, વાપી,જી.વલસાડ), અનિતાબેન રાહુલભાઈ પટેલ અને સુનિલભાઈએ મૂળ જૂનાગઢ કેશોદના વતની અને સુરતમાં વેલંજા ઉમરા રોડ સૌરાષ્ટ્ર ગ્રીન સીટી ફ્લેટમાં રહેતા 38 વર્ષીય એમ્બ્રોઈડરી ડિઝાઈનર રવિભાઈ પાસેથી પણ રૂ2.90 લાખ પડાવ્યાની ફરિયાદ ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાઈ છે. વલસાડના સુનિલભાઈએ તેની પરિચિત સંગીતા પટેલ મારફતે રેશ્મા સાથે રવિના 14 જુલાઈએ તાત્કાલિક લગ્ન કરાવ્યા હતા. લગ્નના છ દિવસ બાદ મમ્મીની તબીયત સારી નથી તેમ કહેતા રવિ રેશ્માને સાસરે મૂકી આવ્યો હતો. પણ બાદમાં રેશ્માએ સાથે રહેવાની ના પાડી હતી અને બાદમાં બધાના ફોન બંધ થઇ ગયા હતાં. આરોપી અગાઉ પણ 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક રતીલાલ કાપડિયા (ઉં.વ. 40, મૂળ રહે. બોરવાવ, જૂનાગઢ; હાલ રહે. વલસાડ) અગાઉ પણ સુરતના કતારગામ, વરાછા, ભાવનગરના ગારીયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કાવતરા જેવા 4 જેટલા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સાથે સંકળાયેલી મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો છોકરી જોવા સુરત લઈ જાય, દલાલ પૈસા પડાવે ​ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અપરણિત તેમજ છૂટાછેડા લીધેલા અને પોતાના માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહેલા નિર્દોષ યુવાનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન અને લેભાગુ દલાલોની સંગઠિત ટોળકી સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લગ્ન જેવા પવિત્ર બંધનને હથિયાર બનાવીને આ ગેંગ દ્વારા લગ્ન ઉત્સુક યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનું એક મોટું આંતરરાજ્ય નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    મહિલા કોલેજ સર્કલ પાસે એક્ટિવાચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત:બ્લડ બેન્ક નજીક રોડની સાઈડમાં ઊભા હતા ને અકસ્માત સર્જાયો, સારવાર દરમિયાન મોત નીપજ્યું
    Next Article
    સુરતમાં 25 દિવસમાં ત્રીજુ ખાડી પૂર:પાણી-ફ્લેવર ઉમેરી વિદેશીના નામે દેશી દારુનું વેચાણ, પાંચ લૂંટેરી દુલ્હને 8થી વધુ યુવકોને છેતર્યા,પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment