Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઊઠ્યો:લીલીછમ ચાદર અને ધુમ્મસની સુંદરતા વચ્ચે પ્રવાસીઓનો ધસારો

    21 hours ago

    રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. ચોમાસાના આગમન સાથે જ ચારેય તરફ પથરાયેલી હરિયાળી, પહાડોને ઘેરી વળતી ધુમ્મસની સફેદ ચાદર અને સતત વરસી રહેલા ઝરમર વરસાદે સમગ્ર ગિરિમથકનું વાતાવરણ અત્યંત આહલાદક બનાવી દીધું છે. પ્રકૃતિના આ મનમોહક રૂપને કારણે માઉન્ટ આબુનું નૈસર્ગિક સૌંદર્ય જાણે સોળે શણગાર સજીને પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહ્યું છે.આ રમણીય અને ઠંડા વાતાવરણની મજા માણવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ તરફ દોડી રહ્યા છે. વાદળોની વારંવાર થતી અવરજવર, ગગનચુંબી ટેકરીઓ પરથી વાતા ઠંડા પવનો અને વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે યાદગાર પળો વિતાવી રહ્યા છે. કુદરતના આ અદ્ભુત નજારાને પ્રવાસીઓ પોતાના કેમેરામાં કેદ કરી રોમાંચ અનુભવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગમાં પણ એક નવી રોનક અને તાજગી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 75 મિમી એટલે કે અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદ અને ધુમ્મસ વચ્ચે માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસમાં મોટી સંખ્યા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. મુખ્યત્વે ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. માઉન્ટ આબુમાં ક્યારે ધોધમાર તો ક્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાદળો એટલા નીચા ઉતરી આવ્યા છે કે જાણે ધરતીને સ્પર્શી રહ્યા હોય તેવો અદ્ભુત નજારો સર્જાયો છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર પણ અસર જોવા મળી રહી છે, છતાં આ વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નક્કી લેક પર સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણતા જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ, જળાશયોમાં પાણીની આવક:ઇડરમાં અઢી ઇંચ, હિંમતનગરમાં પોણા બે ઇંચ વરસાદ, હાથમતી વિયર ઓવરફ્લો
    Next Article
    ब्रिटेन में एक के बाद एक बदले प्रधानमंत्री, नेहरू का रिकॉर्ड तोड़ने की भी चिंता नहीं!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment