Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ, જળાશયોમાં પાણીની આવક:ઇડરમાં અઢી ઇંચ, હિંમતનગરમાં પોણા બે ઇંચ વરસાદ, હાથમતી વિયર ઓવરફ્લો

    20 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઇડરમાં સૌથી વધુ અઢી ઇંચ (62 MM) વરસાદ પડ્યો હતો, જ્યારે હિંમતનગરમાં પોણા બે ઇંચ (42 MM) વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ જોઈએ તો ખેડબ્રહ્મામાં 17 MM, વિજયનગરમાં 02 MM, વડાલીમાં 25 MM, ઇડરમાં 62 MM, હિંમતનગરમાં 42 MM, પ્રાંતિજમાં 15 MM, તલોદમાં 09 MM અને પોશીનામાં 24 MM વરસાદ પડ્યો હતો. આજે સવારે ચાર કલાક દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેમાં હિંમતનગરમાં 01 MM, પ્રાંતિજમાં 10 MM અને તલોદમાં 07 MM વરસાદ નોંધાયો છે. ઇડરમાં ભારે વરસાદને કારણે ડેભોલ નદીમાં પાણી આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર નજીકનો હાથમતી વિયર ઓવરફ્લો થયો છે. હાલમાં હાથમતી નદીમાં 40 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે, જ્યારે કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે, વરસાદનું જોર ઘટતા પાણીની આવકમાં ઘટાડો થયો છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં આજે સવારે 10 વાગ્યાની સ્થિતિએ પાણીની આવક જોઈએ તો 57.36 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 340 ક્યુસેક, 63.31 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં 300 ક્યુસેક અને 50.64 ટકા ભરાયેલા ખેડવા જળાશયમાં 214 ક્યુસેક પાણીની આવક થઈ છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીને બચકા ભરી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજ બાદ અન્ય સ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી
    Next Article
    માઉન્ટ આબુ સોળે કળાએ ખીલી ઊઠ્યો:લીલીછમ ચાદર અને ધુમ્મસની સુંદરતા વચ્ચે પ્રવાસીઓનો ધસારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment