Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન વિભાગે દુર્લભ સાંઢાના શિકારીને ઝડપ્યો:ભુજ કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો

    9 hours ago

    કચ્છના ખાવડા વિસ્તારમાં વન વિભાગે દુર્લભ સાંઢા (Indian Spiny-tailed Lizard)નો શિકાર કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભુજ ઉત્તર રેન્જ હેઠળના ખાવડા રાઉન્ડના અંધૌ ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર શિકાર થતો હોવાની માહિતી મળ્યા બાદ વન વિભાગે આ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ખાવડા નિવાસી 42 વર્ષીય શોડા અરજણ કોલી સાંઢાનો શિકાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. ઘટનાસ્થળેથી મૃત હાલતમાં એક સાંઢો મળી આવ્યો હતો. વન વિભાગે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (સુધારા અધિનિયમ-2022)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી મૃત સાંઢા ઉપરાંત શિકારમાં વપરાતી ખુરપી, સાંઢાના દરમાં ફૂંક મારવા માટેનું માટીનું સાધન, એક હીરો કંપનીની મોટરસાયકલ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 18 હજારથી વધુ હોવાનું જણાવાયું છે. પ્રાથમિક કાર્યવાહી બાદ આરોપીને ભુજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. વન વિભાગે જણાવ્યું છે કે કચ્છમાં દુર્લભ અને સંરક્ષિત વન્યજીવોના શિકાર અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં બર્ગર રેસ્ટોરાં બહાર અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત:અનેક ઘાયલ, પાર્કિંગ એરિયામાં રાઇફલ લઈને યુવક ભાગતો જોવા મળ્યો; પોલીસે હુમલાખોર ઠાર માર્યો
    Next Article
    Bhuvneshwar Kumar Responds To India Recall Chatter After R Ashwin's ODI World Cup Push

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment