Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચતુર્થી અને રવિવારનો યોગ!:ગણપતિ સાથે સૂર્યદેવની પૂજા કરો, ગ્રહોના રાજાને જળ ચઢાવો અને ગોળનું દાન કરો

    2 days ago

    આજે (2 ઓગસ્ટ) અષાઢ વદ ચતુર્થી છે. આ પક્ષની ચોથી તિથિ પર સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. રવિવાર અને ચતુર્થીનો સંયોગ હોવાથી ગણપતિની સાથે જ સૂર્યદેવની પૂજા પણ કરવી જોઈએ. માન્યતા છે કે આ તિથિ પર ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સફળતા મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, ચતુર્થી પર ગણેશ પૂજા અને વ્રત કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, તેથી તેમની ભક્તિ કરવાથી ભક્તના તમામ વિઘ્ન એટલે કે સમસ્યાઓ દૂર થઈ જાય છે. પૂજામાં ગણપતિજીનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. દિવસની શરૂઆત ભગવાન સૂર્યને અર્ઘ્ય આપીને કરશો, તો ખૂબ જ શુભ રહેશે. પંચદેવોની પૂજા સાથે શરૂ થાય છે શુભ કાર્યો શાસ્ત્રોમાં પંચદેવ જણાવવામાં આવ્યા છે- તેમાં ભગવાન ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્યદેવ અને મા દુર્ગાનો સમાવેશ થાય છે. તેમની પૂજા સાથે જ શુભ કાર્યોની શરૂઆત કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ પાંચેયની પૂજા કરવાથી આપણી અડચણો દૂર થાય છે અને કાર્યો ઝડપથી સફળ થાય છે. સૂર્યદેવ એકમાત્ર પ્રત્યક્ષ દેખાતા દેવતા માનવામાં આવ્યા છે. આજે ચતુર્થી અને રવિવારના યોગમાં સૂર્યને તાંબાના લોટાથી અર્ઘ્ય ચઢાવો. લોટામાં પાણી ભરો અને પાણીમાં કુમકુમ કે ચંદન, ચોખા અને ફૂલ પણ નાખશો, તો ખૂબ જ શુભ રહેશે. ૐ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરતા અર્ઘ્ય અર્પણ કરો. નવ ગ્રહોના રાજા છે સૂર્ય દેવ જ્યોતિષમાં નવ ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ જણાવવામાં આવ્યા છે. આ નવ ગ્રહોમાં સૂર્યને રાજા માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી, તેમને કોઈપણ કામમાં સરળતાથી સફળતા મળતી નથી અને સખત મહેનત કર્યા પછી પણ યોગ્ય માન-સન્માન મળતું નથી. સૂર્યના દોષો દૂર કરવા માટે રોજ સવારે સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની માન્યતા છે. સૂર્યના નિમિત્તે ગોળનું દાન પણ કરવું જોઈએ. આ રીતે કરી શકાય છે સંકષ્ટી ચતુર્થી વ્રત વ્રત રાખનાર વ્યક્તિએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. ઘણા લોકો આ દિવસે કાળા તલથી સ્નાન કરવાની પરંપરાનું પાલન કરે છે. ત્યારબાદ ભગવાન ગણેશનું ધ્યાન કરતા વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી તેમની પૂજા કરો. મૂર્તિ સોના, ચાંદી, તાંબા કે માટીની હોઈ શકે છે. ભગવાન ગણેશનો શુદ્ધ જળ અને પંચામૃતથી અભિષેક કરો. આ પછી તેમને નવા વસ્ત્રો અર્પણ કરીને શૃંગાર કરો. પૂજામાં ચંદન, ચોખા, ફૂલ, ધૂપ અને દીપ અર્પણ કરો. ભગવાન ગણેશને લાડુનો ભોગ ધરાવો અને નારિયેળ ચઢાવો. સંકષ્ટી ચતુર્થીની કથા વાંચો અથવા સાંભળો અને અંતમાં ગણેશજીની આરતી કરો. સાંજે ફરીથી પૂજા કરો અને ચંદ્રના દર્શન કર્યા પછી તેમને અર્ઘ્ય આપીને વ્રત પૂર્ણ કરો.
    Click here to Read More
    Previous Article
    બે વર્ગોની ગ્રાન્ટેડ સ્કૂલના અસ્તિત્વને ટકાવવા શિક્ષણમંત્રીને રજૂઆત:સરાસરી હાજરીના નિયમમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળની માંગ, ધો-9 અને 10ની સ્કૂલ ચાલુ રહે તે માટે રજૂઆત
    Next Article
    હૃતિક રોશન પર ભડકી કંગના રનૌત:કહ્યું- 'આગમાં ઘી હોમવાનું કામ બંધ કરો, સબા આઝાદ સાથે તમારી જોડી સારી લાગે છે'

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment