Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીને બચકા ભરી શારીરસંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજથી ભેદ ખુલ્યા બાદ પતિ અન્ય સ્ત્રી સાથે ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી

    17 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા, જેની પત્નીને જાણ થતા પતિએ બચકા ભરીને જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કર્યો હતો. પત્ની સાથે અવારનવાર ઝગડો કરી પતિ અને સાસુએ ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે પરિણીતાની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. ફોનમાં પ્રેમભર્યા મેસેજ વાંચી લેતા પાસવર્ડ બદલી નાખ્યો ચાંદખેડામાં રહેતી 43 વર્ષીય પરિણીતાએ 2012માં કોર્ટ મેરેજ કર્યા હતા. મહિલાનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ચાર વર્ષ અગાઉ મહિલા પતિના ફોનમાં અન્ય સ્ત્રી સાથેના પ્રેમભરીની વાતચીતના મેસેજ વાંચી લીધા હતા, પરંતુ તે સમયે પતિએ સાથે નોકરી કરતી હોવાનું જણાવી વાત પૂરી કરી દીધી હતી. બાદમાં પતિએ ફોનનો પાસવર્ડ બદલી નાખ્યો અને પીડિતાને ફોન આપવાનું બંધ કરી દીધું હતું. પતિ અવારનવાર ઘરે મોડો આવતો હતો, જેથી મહિલાએ મોડા આવવાનું કારણ પૂછતા ઝઘડો કરવા લાગ્યો હતો. અન્ય સ્ત્રી સાથે રંગેહાથ ઝડપાઈ જતાં ઝઘડો કર્યો થોડા દિવસ અગાઉ પતિ અન્ય સ્ત્રી સાથે શાસ્ત્રીનગર ગાર્ડન પાસે ઝાડીની પાછળ ઉભો હતો. પરિણીતા અને તેના પિતા ત્યાંથી પસાર થતા બંનેને જોયા હતા. જો કે મહિલા પતિને વાત કરતા પતિએ તેણીની સાથે ઝઘડો કર્યો હતો. થોડા સમય અગાઉ પતિએ કહ્યું કે, તારે મારી સાથે રહેવું હોય તો હું કહું તેમ રહેવું પડશે. જબરજસ્તી શરીર સંબંધ બાંધવાની કોશિશ કરી પતિએ મહિલાને લાફા મારી બેડ પર પાડી દીધી હતી. મહિલાને બચકા ભરીને જબરજસ્તી શરીર સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. મહિલાના સાસુ પણ મહિલાના પતિનો પક્ષ લઈને ઝગડો કરતા હતા. જોકે થોડા સમય અગાઉ પતિ અને સાસુએ ભેગા મળી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે કંટાળીને પત્નીએ પતિ અને સાસુ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    'સ્પાઇડર-મેન'માં જેઠાલાલ-બાઘાના ડાયલોગ!:બોક્સઓફિસ પર સુપરહીરોની કમાલ, 'ધ ઓડિસી'-'એવેન્જર:એન્ડગેમ'નો રેકોર્ડ તોડ્યો
    Next Article
    Domestic Help Arrested For Theft In Delhi, Diamond Rings, Cash Recovered

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment