Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્પાઇડર-મેન'માં જેઠાલાલ-બાઘાના ડાયલોગ!:બોક્સઓફિસ પર સુપરહીરોની કમાલ, 'ધ ઓડિસી'-'એવેન્જર:એન્ડગેમ'નો રેકોર્ડ તોડ્યો

    17 hours ago

    માર્વેલના ફેવરિટ સુપરહીરો સ્પાઇડરમેનની નવી ફિલ્મ 'Spider-Man: Brand New Day' ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ કમાણીના રેકોર્ડ્સ ધ્વસ્ત થવાના શરૂ થઈ ગયા છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મે ભારતમાં ઓપનિંગ ડે પર ₹72 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને 'એવેન્જર્સ એન્ડગેમ' (Avengers: Endgame)નો રેકોર્ડ તોડ્યો છે. માત્ર બે જ દિવસમાં ફિલ્મે ભારતમાં ₹100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. પરંતુ, એક તરફ જ્યાં બોક્સ ઓફિસ પર ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે, તો બીજી તરફ આ ફિલ્મના હિન્દી ડબિંગને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ને પછાડી ટૉમ હોલેન્ડ અને ઝેન્ડાયા સ્ટારર આ ફિલ્મે ભારતમાં હોલિવૂડ ફિલ્મોની સુધીની સૌથી મોટી ઓપનિંગ કરી છે. આ પહેલાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ 'એવેન્જર્સ એન્ડગેમ' (₹65 કરોડ ગ્રોસ)ના નામે હતો, જેને સ્પાઇડરમેને પ્રથમ દિવસે જ ₹72.44 કરોડ ગ્રોસ કલેક્શન કરીને માત આપી દીધી છે. બુકમાયશો પર ટિકિટ વેચાણના મામલે આ ફિલ્મે ક્રિસ્ટોફર નોલાનની ડ્રામા ફિલ્મ ‘ધ ઓડિસી’ના આખા દિવસના ટિકિટ સેલ્સના આંકડાને માત્ર બપોર સુધીમાં જ પાર કરી દીધો હતો. ઓપનિંગ વિકએન્ડમાં ફિલ્મ ભારતમાં ₹200 કરોડનો આંકડો વટાવી દે તેવી પૂરી શક્યતા છે. ‘તારક મહેતા’ના ડાયલોગથી ડબિંગ પર ટ્રોલિંગ શરૂ! જેટલી ચર્ચા ફિલ્મની કમાણીની થઈ રહી છે, એટલી જ ચર્ચા સોશિયલ મીડિયા પર ફિલ્મના એક વાઈરલ હિન્દી ડાયલોગની થઈ રહી છે. ફિલ્મમાં સ્પાઇડરમેન અને તેના મિત્ર નેડ (Ned) વચ્ચેની એક સિક્રેટ વાતચીતના દ્રશ્યમાં ભારતીય દર્શકોને આકર્ષવા માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ ડાયલોગ: નેડ: "બતા ભી દો મોટા ભાઈ, રિસ્ક હૈ તો ઇશ્ક હૈ..." સ્પાઇડરમેન: "સેઠજી, બાઘા યહ રાઝ બાવરી કો ભી નહીં બતાયેગા!" ફેન્સ કેમ ગુસ્સે થયા? અંગ્રેજી ઓરિજિનલ વર્ઝનમાં આ સીનમાં અલગ રેફરન્સ હતો, પરંતુ હિન્દી ડબિંગમાં 'બાઘા' અને 'બાવરી' જેવા ટીવી કેરેક્ટર્સનો પળવારનો મસાલો ઉમેરતાં માર્વેલ ફેન્સ ભડક્યા છે. ફેન્સનું કહેવું છે કે: માર્વેલની હિન્દી ડબિંગ ક્વોલિટી દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. સુપરહીરો ફિલ્મમાં આવા ટીવી શૉના ફાલતુ જોક્સ ઘુસાડીને સીનનો ગંભીર મૂડ બગાડી દેવામાં આવે છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા (X) પર લખ્યું કે “આ ડાયલોગ સાંભળ્યા પછી હવે હું હિન્દીમાં તો ફિલ્મ બિલકુલ નહીં જોઉં!” ડબિંગને લઈને સોશિયલ મીડિયા પર ગમે તેટલી ખેંચતાણ ચાલતી હોય, પરંતુ સ્પાઇડરમેનનો ફીવર થિયેટરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે અને ભારતમાં હોલિવૂડ સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખી રહ્યો છે. જુઓ ટ્રેલર:-
    Click here to Read More
    Previous Article
    No Training, No Motorboat: Class 10 Dropout Rescues 2,000 In Assam Floods
    Next Article
    પતિએ પત્નીને બચકા ભરી શારીરસંબંધ બાંધવાની કોશિશ:ફોનમાં પ્રેમભર્યા મેસેજથી ભેદ ખુલ્યા બાદ પતિ અન્ય સ્ત્રી સાથે ઝડપાયો, સાસુએ પુત્રનો પક્ષ લઈ ઘરમાંથી કાઢી મૂકી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment