Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળ દોષનો ડર કે ભ્રમ?:જાણો ડૉ. પંકજ નાગર પાસેથી મંગળના અપવાદ અને સાચું ગુણ મિલન

    1 day ago

    મંગળ એટલે જ શુભ.આમ છતાં લગ્નજીવનને લઈને મંગળ નામનો ગ્રહ અતિ વિવાદાસ્પદ રહ્યો છે. લગ્નમાં વિઘ્ન માત્ર અને માત્ર મંગળ નામનો ગ્રહ જ કરે છે. અલબત્ત આવું હું કહેતો નથી પરંતુ મંગળ ગ્રહના કેટલાક હિત્વાંછુ દ્વારા આવું વિવાદાસ્પદ નિવેદન વારંવાર કરવામાં આવે છે. મંગળ ગ્રહને બદનામ કરી અને સંતાનોના મા બાપને લગ્ન બાબતે મંગળને લઈને ભડકાવવામાં આવે છે આમ છતાં મંગળ એ જ્યોતિષીઓ માટે કમાઉ દીકરો છે. આ વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગર મંગળ વિશેના પૂર્વગ્રહ ને લોકોના માનસપટ પરથી કાઢવા માટે કેટલીક અગત્યની વાતો જણાવે છે. સામાન્ય રીતે કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને વ્યય સ્થાનમાં મંગળ હોય તો તેને મંગળદોષ કહેવામાં આવે છે પરંતુ ડો. પંકજ નાગર જણાવે છે કે મંગળ દોષના કેટલાક અપવાદ પણ છે અને આવા અપવાદ વાળા મંગળને મંગળદોષ કહી શકાય નહીં. વીડિયોમાં સાથે સાથે એ સમજ પણ આપવામાં આવી છે કે મંગળ સામે શનિ અને રાહુ કે સૂર્ય જેવા ગ્રહોને બેસાડીને લગ્નજીવનનું કે વર વધુનું મેચ મેકિંગ કે ટ્યુનિંગ કરવું જોઈએ નહીં.... અન્યથા તેના પરિણામ લગ્નજીવનમાં અતિ ગંભીર આવે છે. drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    'બસ 10 મિનિટ' કહીને દીકરો આખો દિવસ મોબાઇલમાં કાઢે છે:'હોમવર્ક કરાવવામાં પરસેવો છૂટી જાય છે, તેને ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે શીખવવું?'
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:વૃષભ રાશિ સમસ્યાઓ પર વિજય મેળવશે, કર્ક જાતકોનું અઠવાડિયું સફળતા અને સિદ્ધિઓથી ભરેલું રહેશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment