Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરના પાણીમાં ફસાયેલા ત્રણનો બચાવ:વઢવાણના કેરાળા ગામે પ્રાંત અધિકારી મેહુલ ભરવાડની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું

    10 hours ago

    વઢવાણ તાલુકાના કેરાળા ગામે ભારે વરસાદને કારણે નદીના પાણીમાં ફસાયેલા એક પરિવારના ત્રણ સભ્યોને વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. આ સભ્યોમાં એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળકનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને પગલે નદીમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. આ પરિવાર નદીની સામેની બાજુએ ફસાયો હતો અને પાણીના પ્રવાહ વચ્ચે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં મુશ્કેલીમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં જ વઢવાણના પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રાંત અધિકારીએ ફાયર બ્રિગેડની ટીમ સાથે સંકલન સાધીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતું. તંત્રની ટીમે ભારે જહેમત ઉઠાવીને પાણીમાં ફસાયેલા ત્રણેય સભ્યો સુધી પહોંચી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. વહીવટી તંત્રની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીના કારણે પરિવારનો આબાદ બચાવ થયો હતો. સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ, બચાવી લેવાયેલા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે વહીવટી તંત્ર અને ખાસ કરીને પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ તથા તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સાંબેલાધાર 8 ઇંચ:234 તાલુકામાં વરસાદ, કચ્છમાં તોફાની બેટિંગ, અદાણીના CNGમાં 4 રૂપિયાનો તોતિંગ વધારો, જૂનાગઢમાં ગેટ કૂદવા જતાં સિંહબાળ ફસાયું
    Next Article
    નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પ:સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાસંકુલમાં ખાતે મહારક્તદાન કેમ્પમાં 2975થી વધુ બોટલ એકત્રિત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment