Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રેડ એલર્ટ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ:પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા; બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ પડી

    18 hours ago

    હવામાન વિભાગે આજે (1 ઓગસ્ટ) અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં થોડો સમય વરસાદ વરસ્યા બાદ બંધ થઈ ગયો છે. સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સોસાયટીની બહાર માટીના થેલા વેજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે. ગઇકાલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગતરોજ બપોર બાદ રાત્રે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેઘમહેરના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, સૌથી વધુ વરસાદ બોડકદેવમાં 2.64 ઈંચ અને બોપલમાં 2.56 વરસાદ નોંધાયો હતો. અમદાવાદના વરસાદની તસવીર દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    બોમ્બ કેવી રીતે બનાવવો? વિદ્યાર્થી પાસેથી તેની-રીત લખેલી ચિઠ્ઠી મળી:અયોધ્યાની મેડિકલ કોલેજમાં હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ; ત્રણ વિદ્યાર્થીની અટકાયત
    Next Article
    મોરબીમાં સાંબેલાધાર 8 ઇંચ:234 તાલુકામાં વરસાદ, કચ્છમાં તોફાની બેટિંગ, અદાણીના CNGમાં 4 રૂપિયાનો તોતિંગ વધારો, જૂનાગઢમાં ગેટ કૂદવા જતાં સિંહબાળ ફસાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment