Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:અમરેલીમાં ગણતરીના કલાકોમાં આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો

    7 hours ago

    અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાણપર ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. બાબરા પોલીસે ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. અમરેલી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાઠી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના માર્ગદર્શન અને બાબરા PI આર. આર. પરમારના નેતૃત્વ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં અમરેલી જિલ્લા પોલીસના “ઇગલ આઈ” (Eagle Eye) પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા CCTV કેમેરા નિર્ણાયક સાબિત થયા. પોલીસે CCTV ફૂટેજનું સઘન વિશ્લેષણ કરીને શંકાસ્પદ વાહનની ઓળખ કરી હતી. ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે રાજકોટ જિલ્લાના સરધાર વિસ્તારમાંથી આરોપી મુનાભાઈ રમેશભાઈ ચુડાસમા (ઉંમર 32) ને ઝડપી પાડ્યો હતો. આરોપી સરધારનો રહેવાસી છે અને તેનું મૂળ વતન બાબરા તાલુકાનું નડાળા ગામ છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં વપરાયેલ વાહન અને ચોરાયેલ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. જેમાં અંદાજે 45,900 રૂપિયાની કિંમતની લસણ ભરેલી 11 બોરીઓ અને 1,50,000 રૂપિયાની કિંમતની લીલા રંગની બજાજ મેક્સીમા રિક્ષાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ પ્રાંત અધિકારીએ 3 લોકોને બચાવ્યા:પૂરના પાણીમાં ફસાયેલા પરિવારને સુરક્ષિત બહાર કઢાયો
    Next Article
    एनएल चर्चा 434: CJP प्रदर्शन के बाद छात्रों पर पुलिस का शिकंजा, मीडिया का नैतिकता पाठ और असम में बाढ़

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment