Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઓરંગા નદીના પૂરના પાણી ઓસર્યા:નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડ, રાહત-બચાવ કામગીરી પુરજોશમાં

    18 hours ago

    વલસાડમાં ધરમપુરના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઓરંગા નદીમાં આવેલા પૂરના પાણી હવે ધીમે-ધીમે ઓસરતાં વલસાડ શહેરમાં સ્થિતિ સામાન્ય બનવા લાગી છે. જોકે, પાણી ઉતર્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડ અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જિલ્લા તંત્ર અને નગરપાલિકા દ્વારા રાહત, બચાવ અને સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. 654 લોકોનું સ્થળાંતર, 3 વ્યક્તિઓનું રેસ્ક્યૂ ડિઝાસ્ટર મામલતદાર હકુબા કાલૌતરના જણાવ્યા મુજબ, પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 654 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમાં 523 લોકોને સરકારી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો પોતાના સગા-સંબંધીઓના ઘરે આશરો લઈ રહ્યા છે. ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 112 રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં માર્ગ વ્યવહાર પર પણ મોટી અસર પડી છે. હાલ સ્ટેટ હાઇવેના 2 માર્ગો, પંચાયત હસ્તકના 108 માર્ગો તેમજ અન્ય 2 માર્ગો મળી કુલ 112 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તંત્રે વાહનચાલકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ચોમાસામાં અત્યાર સુધીમાં ભારે નુકસાન જિલ્લા તંત્રના આંકડા મુજબ, ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લામાં 22 લોકોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઉપરાંત 598 પશુઓના મોત થયા છે અને 2,298 કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા માટે અત્યાર સુધીમાં 15,750 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સફાઈ અભિયાન અને આરોગ્ય વિભાગની ખાસ કામગીરી પૂરના પાણી ઓસરતાં જ વલસાડ નગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા રસ્તાઓ પરથી કાદવ, કચરો અને પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનેક સ્થળોએ વીજ થાંભલાઓ અને વૃક્ષો પર કચરો અટવાઈ ગયો હોવાથી તેને પણ દૂર કરવામાં આવી રહ્યો છે. રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો છંટકાવ અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આજે વલસાડ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આગામી કલાકોમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવતાં જિલ્લા તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની વરસાદજન્ય ઇમરજન્સીનો સામનો કરવા તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવા સૂચના આપવામાં આવી છે. જોકે હાલ ઓરંગા નદીનું જળસ્તર ઘટતાં લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે, પરંતુ આગામી વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી:1 કલાકમાં 2 ઇંચ વરસાદથી ચાર રસ્તા, બસ સ્ટેન્ડ અને સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા
    Next Article
    Parents Visit Son's Google Office For First Time, Internet Gets Emotional

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment