Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:રાણપુરના સુંદરીયાણા કોઝવે પર પાણી ફરી વળ્યા;અણીયાળી-કેરીયા માર્ગ પર વીજપોલ પડ્યો; ગઢડામાં જર્જરિત મકાન ધરાશાયી

    15 hours ago

    બોટાદ જિલ્લામાં ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદ શહેરમાં પોણા ચાર ઇંચ, બરવાળામાં 3 ઇંચ અને રાણપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જોકે, અત્યાર સુધી ક્યાંય જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સમગ્ર બોટાદ જિલ્લામાં હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. રાણપુરના અણીયાળી-કેરીયા માર્ગ પર વીજપોલ પડ્યો: ભારે વરસાદથી માર્ગ બંધ, વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સતત વરસાદને કારણે અણીયાળી કસ્બાતીથી કેરીયા ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. માર્ગ પર વીજપોલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. વીજપોલ રસ્તાની વચ્ચે પડવાને કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે સર્જાયેલી આ સ્થિતિથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તા પરથી વીજપોલ હટાવવા અને માર્ગ ફરી શરૂ કરવાની માંગ કરી છે. આનાથી લોકોની અવરજવર સરળ બનશે અને કોઈ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાશે. રાણપુરના સુંદરીયાણા કોઝવે પર પાણી ફરી વળ્યા: રાણપુર-બોટાદનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે નીલકા નદીમાં પાણીની આવક વધતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઝવે પરથી તમામ પ્રકારની વાહન અવરજવર બંધ કરી દેવામાં આવી છે. કોઝવે પર પાણી ભરાવાને કારણે સુંદરિયાણાથી રાણપુર અને બોટાદ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આનાથી રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ભગીરથસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, નીલકા નદી પર કોઝવેના સ્થાને કાયમી પુલ બનાવવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. દર વર્ષે ચોમાસામાં પાણી ફરી વળતાં માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે કાયમી પુલના નિર્માણની કામગીરી હાથ ધરવાની માંગ ઉઠાવી છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. હાલમાં, તંત્ર દ્વારા લોકોને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગઢડામાં જર્જરિત મકાન ધરાશાયી થયું: સદનસીબે જાનહાની ટળી, તંત્ર દ્વારા કાટમાળ હટાવાયો ગઢડા શહેરના વાઢાળા ચોક વિસ્તારમાં સતત વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સદનસીબે, ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ગઢડા નગરપાલિકાની ટીમ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા હાલ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    ઓર્ગન ન મળવાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી:અંગદાન મહાદાન હોવા છતાં ગુજરાતમાં દર વર્ષે 40 ટકાથી વધુ દર્દીઓ લીવરના અંગ ન મળવાને કારણે દમ તોડ્યો ; સમાજ ક્યારે જાગૃત થશે?
    Next Article
    Lashkar Commander, Aide Likely Behind Migrants Killings In J&K

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment