Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડા ઉમેદપરા રોડ પર બે નર સિંહ પહોંચ્યા:પાણીની નહેર ઓળંગી, પગથિયાં ચડી દરગાહ પાસે લટાર મારી

    9 hours ago

    ગીરગઢડા પંથક સિંહોના વિચરણ માટે જાણીતો છે, જ્યાં સિંહોની અવરજવર સામાન્ય બાબત છે. તાજેતરમાં, રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલા બે નર સિંહ ગીરગઢડાના ઉમેદપરા રોડ પર આવેલી ડાંગીયા પીરની દરગાહ પાસે પહોંચ્યા હતા. સિંહપ્રેમીઓને જાણ થતાં તેમણે આ સિંહોના દર્શનનો લાભ લીધો હતો. દરગાહ નજીક પહોંચ્યા બાદ, બંને નર સિંહોએ સાવચેતીપૂર્વક દરગાહ નજીકથી પસાર થતી પાણીની નહેર ઓળંગી હતી. ત્યારબાદ તેઓ શાંતિથી દરગાહના પગથિયાં ચડીને દરગાહ પરિસરમાં લટાર મારી હતી. થોડા સમય બાદ, તેઓ જંગલ તરફ રવાના થઈ ગયા હતા. આ વિસ્તારમાં સિંહોનું વિચરણ સામાન્ય બની ગયું છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને કારણે સિંહો ઘણીવાર રોડ પર જોવા મળે છે. ગીરગઢડા વિસ્તાર જંગલની નજીક હોવાથી, સિંહો શિકારની શોધમાં વારંવાર જંગલમાંથી બહાર આવી જતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સિંહપ્રેમીઓ દ્વારા વન્યપ્રાણીઓ અને સિંહો વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે સઘન પેટ્રોલિંગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તાલાલાના સુરવા-મોરુકા વચ્ચે સ્કૂલ વાન પલટી:12થી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત, ડ્રાઈવરને સામાન્ય ઈજા
    Next Article
    TISS Abruptly Postpones Convocation Amid 'Protest Fears' Over Chief Justice's Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment