Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીસીટીવી વાયરલ થતા ફરિયાદ નોંધાઈ:રાજકોટમાં પ્રેમિકા સાથે વાત કરતા પતિને ઝડપી લેનાર પત્ની પર હુમલો કરનાર પતિની ધરપકડ

    10 hours ago

    રાજકોટ શહેરમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા સીસીટીવી બાદ બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે આરોપી પતિ નવીન ચાંડપાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેમની દીકરીને ઘરે પર્સનલ ટ્યુશન કરાવવા આવતી શિક્ષિકાના પ્રેમમાં તેનો પતિ પડતા પત્નીએ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે પતિએ તેને માર માર્યો હતો. આ માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ પરિણીતાએ જ કરતા પતિએ ધમકી આપતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. સગીરને પૈસા વાપરવાની લાલચ આપી પિતાના મોબાઈલમાંથી રૂ.61,000 ટ્રાન્સફર કરી લીધા મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા ગૌરીશંકરભાઈ ભંગાર ગાળીને પાર્ટ બનાવી વેચવાનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તા.25થી 27 જુલાઈ દરમિયાન અલગ-અલગ તારીખે અજય પરમારના યુપીઆઈ આઈડી પર કુલ ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 61000 ટ્રાન્સફર થયા હતા. ઘરે પૂછપરછ કરતા 12 વર્ષના પુત્રએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા અજયે તેને ફોન પર રૂપિયા નાખવા માટે કહીને વાપરવા માટે થોડા રૂપિયા આપવાની લાલચ આપી હતી અને તેના દ્વારા જ ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેથી સમગ્ર મામલે ભોગ બનનાર પિતાએ તાત્કાલિક આજીડેમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા આરોપી અજય રાજેશભાઈ પરમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યોનોંધી વધુ તપાસ હાથ ધરી છે. 36 કલાક બાદ પણ લૂંટારુઓ પોલીસ પકડથી દૂર રાજકોટના ભાવનગર રોડ પર ગુરુવારે સવારે થયેલ રૂ.19 લાખની લૂંટ કેસમાં પોલીસે અલગ અલગ 10 ટિમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ ગોંડલ રોડ પર આવેલ પ્રાઈમ આંગડિયા પેઢી ખાતેથી ફરિયાદી અલ્કેશ દવેનો પીછો કરતા હોવાનું સામે આવ્યું છે એટલે કે ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધી રસ્તામાં મોકો ન મળતા ફરિયાદી પોતાની ઓફિસમાં અંદર પ્રવેશ કરતાંની ગણતરીની મિનિટોમાં પાછળથી પ્રવેશ કરી માત્ર 20 સેકન્ડમાં લૂંટને અંજામ આપી ગ્રીનલેન્ડ ચોકથી વણાંકને બાઉન્ડરી સુધી પહોંચી આગળ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના ચહેરા આઈડેન્ટિફાય કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત લૂંટમાં અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાની શંકાના આધારે પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના હોટલ માલિકનો શ્વાન પ્રેમ:ચાર મહિના પહેલાં ખોવાયેલો લેબ્રાડોર મળી આવતા પગપાળા અંબાજી યાત્રા કરી પૂર્ણ કરી
    Next Article
    ‘Every second counts’: On board Vande Bharat, live heart brought from Surat to Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment