Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરના હોટલ માલિકનો શ્વાન પ્રેમ:ચાર મહિના પહેલાં ખોવાયેલો લેબ્રાડોર મળી આવતા પગપાળા અંબાજી યાત્રા કરી પૂર્ણ કરી

    9 hours ago

    પાલનપુરના એક ખાનગી હોટલના શ્વાન પ્રેમી માલિકની અનોખી શ્રદ્ધા અને અંબાજી માતા પ્રત્યેની અતૂટ આસ્થાનો પ્રસંગ સામે આવ્યો છે. ચાર મહિના પહેલાં તેમનો પ્રિય લેબ્રાડોર ડોગ અચાનક ખોવાઈ ગયો હતો. પરિવાર અને હોટલના સ્ટાફ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ પત્તો મળ્યો નહોતો. ડોગ મળી જશે તો પગપાળા અંબાજી જવાની માની હતી માનતા પ્રિય ડોગ પરત મળી જાય તે માટે હોટલ માલિકે અંબાજી માતાજી સમક્ષ અનોખી માનતા રાખી હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે જો તેમનો લેબ્રાડોર સલામત મળી જશે તો તેઓ પાલનપુરથી અંબાજી સુધી ડોગને સાથે રાખીને પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરશે અને માનતા પૂર્ણ કરશે. ડોગ મળતાં જ તાત્કાલિક શરૂ કરી પદયાત્રા આખરે ચાર મહિના બાદ લેબ્રાડોર મળી આવતાં હોટલ માલિકની ખુશીનો પાર રહ્યો નહોતો. માનતા અનુસાર તેમણે વિલંબ કર્યા વિના પોતાના હોટલના સ્ટાફ સાથે ડોગને લઈને પાલનપુરથી અંબાજી સુધીની પગપાળા યાત્રા શરૂ કરી. સમગ્ર યાત્રા દરમિયાન શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો. ગરબા અને માતાજીની આરાધના સાથે અંબાજી પહોંચ્યા યાત્રા દરમિયાન હોટલ માલિક અને તેમના સ્ટાફે માર્ગમાં માતાજીના જયઘોષ સાથે ગરબા રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. અંતે તેઓ લેબ્રાડોર ડોગ સાથે અંબાજી પહોંચ્યા અને માતાજીના દર્શન કરીને પોતાની માનતા પૂર્ણ કરી. તેમની આ અનોખી શ્રદ્ધા અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ફરી પવન સાથે ધોધમાર વરસાદ:મણિનગર, વાડજ અને ઇન્કમટેક્સ વિસ્તારના રોડ પાણી-પાણી; તમામ સ્કૂલોમાં રજા જાહેર
    Next Article
    સીસીટીવી વાયરલ થતા ફરિયાદ નોંધાઈ:રાજકોટમાં પ્રેમિકા સાથે વાત કરતા પતિને ઝડપી લેનાર પત્ની પર હુમલો કરનાર પતિની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment