Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈષ્ણવ સંપ્રદાયના વડીલો માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા આયોજન

    9 hours ago

    જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વૈશ્વાનર યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે 'સીનિયર સિટીઝન સાવધાન' સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વલ્લભ સત્સંગ હોલ, મોટી હવેલી ખાતે વૈષ્ણવ સંપ્રદાયના પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજીનાં સાનિધ્યમાં યોજાયો હતો. અભિયાન અંતર્ગત, સાયબર ક્રાઈમના કુલદીપસિંહ જાડેજા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એ.એમ. શુક્લ દ્વારા વલ્લભ સત્સંગ મંડળના વડીલો સહિત હાજર તમામ વૈષ્ણવોને સાયબર છેતરપિંડીથી બચવા માટે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. વક્તાઓએ લાલચભરી ઑફર અને સ્કીમથી સાવધાન રહેવા, ઓનલાઈન હોટેલ અને વાહન બુકિંગ માટે વિશ્વાસુ વેબસાઈટનો ઉપયોગ કરવા, અજાણી ફાઈલ ડાઉનલોડ કરવાથી બેંક એકાઉન્ટને થતા નુકસાનને અટકાવવા અને સરકારી કચેરીના નામે આવતા ખોટા ફોન પર OTP જેવી કોઈ ખાનગી માહિતી શેર ન કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. આ સાથે પેમ્ફલેટનું વિતરણ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 1930નો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. આ પ્રસંગે એ.ડી. સિનિયર સિવિલ જજ તથા એ.ડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એમ. શુક્લ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના પેનલ વકીલ પ્રેક્ષાબેન ભટ્ટ, કો-ઓર્ડીનેટર જતીનભાઈ વડગામા, સાયબર ક્રાઈમ બ્રાન્ચના કુલદીપસિંહ જાડેજા સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વોરિયન્ટર્સ સનીભાઈ, કૃતાર્થ મામતોરા, અશોક પરમાર, સુરેશ ધાપા, ઉપાસના ઠક્કર, કોમલ ભદ્રા અને આંચલબેન ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ, 1 લાખનો દંડ:બિલેશ્વરપુરામાં આડા સંબંધોની શંકામાં લોખંડના દસ્તા વડે પતાવી દીધો'તો, કલોલ સેશન્સ કોર્ટનો આદેશ
    Next Article
    Unnati nicks battle of next gen at Taipei QF against Devika; Tanvi in semis too

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment