Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસે પ્રોહિબિશનના આરોપીને પાસા હેઠળ પકડ્યો:આરિફખાન મલેકને સુરત જેલ હવાલે કરાયો, અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને નાસતા-ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લામાં જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકતા અને જમીનો પર ગેરકાયદે કબ્જો કરી ખંડણી ઉઘરાવતા અસામાજિક તત્વો સામે પાસા (PASSA) કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ-1985માં સુધારા કરવામાં આવ્યા છે. નિર્લિપ્ત રાય (IPS), નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ, ડૉ. જી.એચ. સોલંકી (IAS), જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, સુરેન્દ્રનગર તથા પ્રેમસુખ ડેલૂ (IPS), પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગરના સંયુક્ત આદેશથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી દેવા માટે આ પગલાં લેવાયા છે. આ અભિયાન અંતર્ગત એલ.સી.બી. સુરેન્દ્રનગર અને બજાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરિફખાન નસીબખાન મલેક (ઉં.વ. 28, રહે. પીપળી, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત મંજૂર કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી પાસા વોરન્ટ અન્વયે સુરતની મધ્યસ્થ જેલ લાજપોર ખાતે મોકલી આપ્યો છે. આ આરોપી સામે અપહરણ, લૂંટ, મારામારી, હથિયાર ધારા, ખનીજ ખનન વહન, દારૂ, જુગાર તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે. નેગોશીએબલ એક્ટના કેસમાં 5 માસથી ફરાર આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 હેઠળ સજા પામેલા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. શિંગરખીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરેન્દ્રનગર સિટી 'એ' ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે, બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, સુરેન્દ્રનગરના ફોજદારી કેસ નંબર 1844/2025 (નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138) મુજબ એક વર્ષની સાદી કેદની સજા પામેલા અને છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપી આશિષભાઈ જગદીશભાઈ પાટડિયા (હનુમંત ઇમ્પેક્સના પ્રોપ્રાયટર, રહે. 304, હરેકૃષ્ણ અપાર્ટમેન્ટ, ઉપાસના સર્કલ પાસે, જેનિથ એન્જિનિયરિંગ સામે, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડી સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ ટીમ બી.એચ. શિંગરખીયા (પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. સુરેન્દ્રનગર) આર.જે. ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. સુરેન્દ્રનગર) એન.એ. રાયમા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કવોડ, સુરેન્દ્રનગર) નિર્મળસિંહ મંગળસિંહ પરમાર (પોલીસ હેડ કોન્સ્ટેબલ, મિસિંગ સેલ, સુરેન્દ્રનગર) ભગીરથસિંહ અનિરૂદ્ધસિંહ ઝાલા (પોલીસ કોન્સ્ટેબલ, મિસિંગ સેલ, સુરેન્દ્રનગર)
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં કસક સર્કલ પર વરસાદથી ગટરના પાણી ઉભરાયા:વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી, રસ્તા પર પાણી ભરાતા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી
    Next Article
    સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા જોવા મળ્યા, VIDEO:​"સિંહ ભૂખ્યો રહે પણ ખળ ન ખાય" કહેવત ખોટી પડી?, જુઓ શા માટે જંગલના રાજા ખાય છે ઘાસ અને તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment