Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપત યુનિવર્સિટીમાં "જ્યોતિર્ગમય" ઓરિએન્ટેશન કાર્યક્રમ:બી. એસ. પટેલ પોલિટેકનિકના નવા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકો દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન

    11 hours ago

    ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ હેઠળ કાર્યરત બી. એસ. પટેલ પોલિટેકનિક અને કે. બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓ માટે તા. 27 અને 28 જુલાઈ, 2026 દરમિયાન દ્વિ-દિવસીય "જ્યોતિર્ગમય – ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ નવપ્રવેશિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પરંપરા, ઉપલબ્ધ સુવિધાઓ, ઉદ્યોગલક્ષી શિક્ષણ, સંશોધન, નવીનતા (ઇનોવેશન), વિદ્યાર્થી વિકાસ પ્રવૃત્તિઓ તેમજ કારકિર્દીની વિવિધ તકો અંગે વિસ્તૃત માહિતગાર કરવાનો હતો. દિગ્ગજોના આશીર્વચન અને માર્ગદર્શન આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના પ્રમુખ અને પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ આઈ. પટેલ (દાદા), ગ્રુપ પ્રો-ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ ડૉ. મહેન્દ્ર શર્મા, પ્રિન્સિપલ ડોનર બી. એસ. પટેલ તથા યુનિવર્સિટીના અન્ય વરિષ્ઠ આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પૂર્વ વિદ્યાર્થીઓનું સંબોધન ઓરિએન્ટેશનના પ્રથમ દિવસે મુખ્ય અતિથિ તરીકે Bosch Home Comfort India Ltd.ના કર્નલ રાજેશ ઓહોલ અને વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી તરીકે Inductotherm Group Indiaના સ્નેહલ ભાવસારે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતની વર્તમાન અપેક્ષાઓ, વ્યક્તિત્વ વિકાસ અને જીવનમૂલ્યો અંગે પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું. કાર્યક્રમના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે Tirth Agro Technology Pvt. Ltd.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પિલ્લારી ગુણાકર રાવ અને વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી તેમજ Starline Cars Pvt. Ltd.ના ડિરેક્ટર અનિલ પટેલે હાજરી આપી હતી. તેમણે સફળ કારકિર્દી ઘડવા માટે સંવાદ કૌશલ્ય, વિનમ્રતા, સકારાત્મક અભિગમ અને એક સારા માનવી બનવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા માહિતીપ્રદ સત્રો આ બે દિવસ દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ પ્રેરણાદાયી અને માહિતીપ્રદ સત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ શિક્ષણ, પ્લેસમેન્ટ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, વેલનેસ, સંશોધન અને સંસ્થાકીય પ્રવૃત્તિઓ જેવા વિદ્યાર્થી જીવનના અગત્યના પાસાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને કેમ્પસની વિવિધ શૈક્ષણિક અને સહાયક સુવિધાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવા મોખાણા ગામની સીમમાંથી દીપડો પાંજરે પૂરાયો:એક મહિનાના આતંક બાદ વન વિભાગે થર્મલ ડ્રોનથી પકડ્યો; ગ્રામજનો અને ખેડૂતોને રાહત
    Next Article
    ગુજરાત આયુ. યુનિ. BAMS પેપર લીક મામલો:મહીસાગરમાં NSUIનો વિરોધ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment