Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો:રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના સુશાસન અને વિકાસ માટે માર્ગદર્શન

    9 hours ago

    પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા ગોધરાના પંડિત દિનદયાળ (BRGF) હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત એક ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહીંયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતોના સુશાસનને મજબૂત બનાવવા, ચૂંટાયેલા પ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવા અને ગ્રામ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમ વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (SIRD), અમદાવાદના સહયોગથી યોજાયો હતો. જિલ્લા અને તાલુકા કક્ષાના મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગ્રામ વિકાસને વધુ ગતિ આપવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ:SP રાજેશ ગઢિયાએ વિશેષ વીડિયો સંદેશ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી
    Next Article
    Where’s the lead in your turmeric coming from? Study finds farms aren’t the source but processing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment