Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લેટફોર્મ નજીક જ આરસીસી કામગીરી:ભુરાવાવ હંગામી બસ સ્ટેન્ડમાં સમારકામ શરૂ થતાં ચક્કાજામ, મુસાફરો હાલાકીમાં

    1 day ago

    ભુરાવાવ ખાતે હંગામી બસ સ્ટેન્ડ પરિસરમાં લાંબા સમયથી પડેલા મોટા ખાડાઓને કારણે મુસાફરો અને એસટી ચાલકો ભારે પરેશાન હતા. આખરે વિભાગ દ્વારા આ ખાડાઓ પૂરવા અને પરિસરને દુરસ્ત કરવા માટે આરસીસી કામ હાથ ધર્યું છે. ગોધરા ભુરાવાવ હંગામી બસસ્ટેન્ડ ખાતે બસ સ્ટેન્ડ પરિસરમાં બરાબર પ્લેટફોર્મની નજીક જ આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. કામગીરીને કારણે રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને મેટલ તેમજ કોંક્રિટના ઢગલા પડ્યા છે. આ સ્થિતિને કારણે બસોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં અને બસ સ્ટેન્ડની બહાર નીકળવામાં ભારે કસરત કરવી પડી રહી છે. અવરજવર માટેનો રસ્તો સાંકડો થઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ગોધરાનું આ બસ સ્ટેન્ડ અત્યંત વ્યસ્ત ગણાય છે, જ્યાં દિવસ દરમિયાન લાંબા અને ટૂંકા રૂટની અંદાજિત 600 જેટલી એસટી બસોની અવરજવર રહે છે. સવાર અને સાંજના સમયે જ્યારે મુસાફરોનો ધસારો વધુ હોય છે, ત્યારે બસોનો પણ ઘસારો વધે છે. આવા સમયે પરિસરમાં ચાલી રહેલી કામગીરીને કારણે બસોની લાંબી કતારો લાગે છે અને ચક્કાજામ જેવી સ્થિતિ ઉભી થાય છે. બસો સમયસર પ્લેટફોર્મ પર ન આવી શકવાને કારણે બસોના શિડ્યુલ પર પણ માઠી અસર પડી રહી છે. કામગીરી શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થાય તેવા પૂરા પ્રયાસો કરાઇ રહ્યા છે હજુ અંદાજે એક અઠવાડિયા સુધી પરિસરમાં આર.સી.સી. રોડની કામગીરી ચાલી શકે છે. મુસાફરો અને બસ સંચાલનને ઓછી તકલીફ પડે તે માટે કામગીરી શક્ય તેટલી ઝડપથી પૂર્ણ થાય તેવા પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. - વહીવટી વિભાગ, એસટી નિગમ ગોધરા
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરા વાયરસથી પાટણમાં 5 વર્ષના બાળકનું મોત:બે દિવસની સારવાર બાદ પણ જીવ ના બચી શક્યો, જિલ્લાનો પ્રથમ કિસ્સો; સમીનું વધુ એક બાળક સારવાર હેઠળ, કુલ 15 મોત
    Next Article
    Kamal Haasan Calls The Odyssey A 'Must-Watch', His Ode For Indian Theatres Coming Soon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment