Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ બાળકી હત્યા કેસમાં પિતા નિર્દોષ:પાણીની ટાંકીમાંથી મળ્યો હતો મૃતદેહ, પુરાવાના અભાવે શંકાનો લાભ મળ્યો

    7 hours ago

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુકડા ડુંગળી ગામે દોઢ વર્ષની બાળકીની હત્યાના ચકચારી કેસમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેજસ આર. દેસાઈની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મૃતક બાળકીના સગા પિતા વિરલભાઈ રમેશભાઈ ગામીતને પુરાવા અને સાક્ષીઓના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. આ બનાવ કુકડા ડુંગળી ગામે બન્યો હતો. મૃતક બાળકીની માતા અરુણાબેને સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારે 5:30 વાગ્યે દીકરીને દૂધ પીવડાવી સુવડાવી હતી. ત્યારબાદ બાળકી રૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ હતી. તે સમયે પિતા પણ રૂમમાં સૂતા હતા. પરિવારની શોધખોળ દરમિયાન ઘરની સામેના મકાનના ધાબા પર આવેલી પાણીની ટાંકીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103(1) અને 238(બ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે સગા પિતા વિરલભાઈ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ વ્યારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. અદાલતમાં ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષનો કેસ સંયોગિક પુરાવા, 'લાસ્ટ સીન ટુગેધર' થિયરી, ડોગ હેન્ડલર અને રી-કન્સ્ટ્રક્શન પંચનામા પર આધારિત હતો. બચાવ પક્ષના ચીફ એલ.એ.ડી.સી. એડવોકેટ નિલેશ જે. પટેલે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ફરિયાદ પક્ષ સંયોગિક પુરાવાઓની સાંકળ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. જે રૂમમાં પિતા અને બાળકી સૂતા હતા, તે ખુલ્લો હતો અને ત્યાં કોઈપણ બહારની વ્યક્તિની અવરજવર શક્ય હતી. એડવોકેટ પટેલે દલીલ કરી હતી કે બાળકી ગુમ થયા બાદ જ્યારે પિતાને જગાડવામાં આવ્યા ત્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હતા, જેથી માત્ર અટકળો અને શંકાના આધારે તેમને અપરાધી ઠેરવી શકાય નહીં. તેમણે સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટના દૃષ્ટાંતો ટાંકીને જણાવ્યું કે રી-કન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ સમક્ષની કબૂલાત સમાન હોવાથી તેનું પુરાવાકીય મૂલ્ય શૂન્ય છે. સ્નિફર ડોગના ટ્રેકિંગ રિપોર્ટ અંગે દલીલ કરવામાં આવી હતી કે પિતા-પુત્રીના ગાઢ સંબંધોને કારણે પિતાના જેકેટ પર બાળકીની ગંધ હોવી સ્વાભાવિક છે. બાળકીની લાશ મળ્યા બાદ અનેક લોકો ટાંકી પાસે ગયા હોવાથી, માત્ર ડોગ સ્મેલના એકમાત્ર પુરાવાને આધારે આરોપીને દોષિત માનવો ન્યાયસંગત નથી. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધનો ગુનો કાયદાકીય રીતે સાબિત કરવામાં અસફળ રહ્યો છે. પરિણામે, અદાલતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    6 लाख एकड़ में 3 करोड़ पेड़ लगाने वाले ‘पीपल बाबा’ हरित क्रांति को कैंसर की वजह क्यों बता रहे?
    Next Article
    ગુજરાતની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતીનો માર્ગ મોકળો:3,738 ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી, મુખ્ય શિક્ષકની 396 જગ્યાઓ પણ નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment