Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતીનો માર્ગ મોકળો:3,738 ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી, મુખ્ય શિક્ષકની 396 જગ્યાઓ પણ નક્કી થશે

    8 hours ago

    રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ RTE Act, 2009ના ધોરણો અને વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર મુજબ શિક્ષક તથા મુખ્ય શિક્ષક સંવર્ગનું મહેકમ નક્કી કરવા અને ખાલી રહેલી જગ્યાઓ ભરવા અંગેની કાર્યવાહી હાથ ધરવા મંજૂરી આપવામાં આવી છે. વિભાગના પત્રમાં જણાવ્યા મુજબ, રાજ્યની અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 31 જુલાઈ 2025ની સ્થિતિએ જનરલ રજિસ્ટરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE Act-2009ની કલમ-25ની જોગવાઈ મુજબ ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ની શાળાઓમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક સંવર્ગનું મહેકમ નક્કી કરવામાં આવશે. 3,738 શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે વિભાગે જાહેર કરેલી વિગતો પ્રમાણે ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ની શાળાઓમાં અનુક્રમે 1,101 અને 2,637 મળીને કુલ 3,738 શિક્ષકની ખાલી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકની કુલ 396 જગ્યાઓ પણ નક્કી કરવામાં આવી છે. ખાલી રહેલી જગ્યાઓ નિયમો મુજબ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જિલ્લાવાર મહેકમ નક્કી કરવાની કાર્યવાહી જિલ્લાવાર મંજૂર થયેલી ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને શાળાવાર મહેકમ નક્કી કરવાની વિગતવાર કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સંબંધિત અનુદાનિત શાળાઓમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર સાથેના પત્રવ્યવહાર તેમજ તમામ હેતુઓ માટે 31 જુલાઈ 2025ની સ્થિતિએ મંજૂર થયેલું શિક્ષક અને મુખ્ય શિક્ષકનું મહેકમ જ ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી રહેલી શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો થયો છે. શિક્ષકોની ભરતી થતાં શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર જાળવવામાં મદદ મળશે અને શૈક્ષણિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ બાળકી હત્યા કેસમાં પિતા નિર્દોષ:પાણીની ટાંકીમાંથી મળ્યો હતો મૃતદેહ, પુરાવાના અભાવે શંકાનો લાભ મળ્યો
    Next Article
    In Pics: How Wildfires Are Ravaging Western Europe This Summer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment