Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા હાટીનામાં દીપડાનો આતંક:નદીમાંથી પસાર થતા દીપડાના દ્રશ્યો સામે આવતા લોકોમાં ફફડાટ, વન વિભાગે પાંજરા ગોઠવી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં દીપડાની દહેશત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો છે. શહેર નજીક અચાનક આવી ચડેલા એક હિંસક દીપડાએ સ્થાનિક યુવક પર અચાનક હુમલો કરી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવક જૂનાગઢ હોસ્પિટલ રિફર ઘટનાની મળતી વિગતો અનુસાર, માળીયા હાટીના નજીક યુવક પર દીપડાએ હુમલો કરતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકની પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને ધ્યાને રાખી વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. નદીમાંથી પસાર થતા દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ બીજી તરફ, હુમલાની આ ઘટના બાદ માળીયા હાટીના નજીક આવેલી નદીમાંથી દીપડો આરામથી પસાર થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માનવવસ્તી અને શહેરની સાવ નજીકના રણાંગણ વિસ્તારમાં દીપડાની ખુલ્લેઆમ અવરજવર જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. માનવવસ્તી માટે ખતરો બનેલા આ હિંસક દીપડાને વહેલી તકે પૂરી દેવા માટે વન વિભાગ દ્વારા અલગ-અલગ વ્યૂહાત્મક સ્થળો પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વન વિભાગે સ્થાનિક લોકોને ભયભીત ન થવા અને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ACBની સફળ ટ્રેપ:નાણાં ધીરધારનું લાયસન્સ રિન્યૂ કરવા ₹14 હજારની લાંચ લેતા વચેટિયો અને સબ-ઓડિટર રંગેહાથ ઝડપાયા, એક ઓડિટર ફરાર
    Next Article
    આણંદ ફ્રૂટ માર્કેટમાં ચપ્પુના ઘા ઝીંકી મજૂરે કરી મિત્રની હત્યા:મજૂરીના મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાયો, ઘટના CCTVમાં કેદ; આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment