Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા જેલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી:ભજન-કીર્તન અને રામધૂનથી જેલ પરિસર ભક્તિમય બન્યું

    22 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા સબ જેલ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલ પરિસર ભજન-કીર્તન અને રામધૂનથી ભક્તિમય બન્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જશવંતભાઈ કોન્ટ્રાક્ટર, જેલ અધિક્ષક આર.બી. મકવાણા, ઘોઘંબા તાલુકાના સરપંચ નિલેશભાઈ વરીયા, જેલ સ્ટાફના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેલ અધિક્ષક આર.બી. મકવાણા સહિતના મહાનુભાવોએ ગુરુના જીવનમાં મહત્ત્વ, સંસ્કાર, મૂલ્યો અને સદ્માર્ગ પર ચાલવાની પ્રેરણા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સમૂહમાં ધ્યાન ધારણ કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. બંદીવાનો દ્વારા ભજન-કીર્તન અને રામધૂન રજૂ કરવામાં આવતા સમગ્ર જેલ પરિસર ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીનો મુખ્ય હેતુ બંદીવાનોમાં સકારાત્મક વિચારસરણી, આત્મચિંતન અને જીવનમાં સારા મૂલ્યો અપનાવવાનો સંદેશ આપવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞ યોજાયો:ગાયત્રી શક્તિ પીઠ ખાતે ધારાસભ્ય ડો.કુબેર ડીંડોરે યજ્ઞમાં આહુતિ આપી
    Next Article
    Team West Indies To Attend Sir Garry Sobers' Funeral After Test Win vs Pak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment