Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરંગ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:અમદાવાદના નારણપુરામાં વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય અને વક્તૃત્વથી ગુરુમહિમા સમજાવ્યો

    11 hours ago

    અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર અને અતિ ઐતિહાસિક તહેવારની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર કાવ્ય, ભજન, ગીત, નૃત્ય અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રવચન અને વક્તૃત્વ સ્પર્ધાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ અદભુત પ્રદર્શન કર્યું હતું. ગુરુ-શિષ્યનો પવિત્ર સંબંધ કાર્યક્રમ દરમિયાન બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્ત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યું હતું કે ગુરુ વિનાનું જીવન અધૂરું છે; જેવી રીતે માતા-પિતા આપણને ઉત્તમ સંસ્કાર આપે છે, તેવી જ રીતે ગુરુ આપણને સાચું જ્ઞાન આપે છે. ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો પર્વ છે. આ તહેવાર ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના પોતાના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ઉલ્લાસ શાળાના તમામ બાળકોએ આ ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણને ગુરુમય બનાવી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રની રેલ સુવિધા માટે માટે પૂર્વ મંત્રીનો પોકાર:કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખી વંદેભારત સહિતના મુદ્દે રજુઆત કરી
    Next Article
    આણંદ ફ્રૂટ માર્કેટમાં ચપ્પુના ઘા ઝીંકી મજૂરે કરી મિત્રની હત્યા:મજૂરીના મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાયો, હત્યાની ઘટના CCTVમાં કેદ; હત્યારો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment