Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ ફ્રૂટ માર્કેટમાં ચપ્પુના ઘા ઝીંકી મજૂરે કરી મિત્રની હત્યા:મજૂરીના મુદ્દે શરૂ થયેલો ઝઘડો હત્યામાં ફેરવાયો, હત્યાની ઘટના CCTVમાં કેદ; હત્યારો ફરાર

    12 hours ago

    આણંદ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા ફ્રૂટ માર્કેટમાં મજૂરીના મુદ્દે થયેલી બોલાચાલી જીવલેણ સાબિત થઈ હતી. ફ્રૂટની અનલોડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે "મને આજે લેબર કામ માટે કેમ લાવ્યા નથી" તે બાબતે થયેલા વિવાદમાં એક વ્યક્તિએ પોતાના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચપ્પુના 3થી 4 ઘા ઝીંકી મિત્રની હત્યા મળતી માહિતી મુજબ, બપોરના સમયે રમેશ બાલકભાઈ ગોસાઈ પોતાના અન્ય ચાર સાથીઓ સાથે ફ્રૂટ માર્કેટમાં અનલોડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને કામ પર ન બોલાવવાના મુદ્દે રમેશભાઈ સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. ઝઘડો ઉગ્ર બનતાં કાંતિભાઈએ પોતાની પાસે રહેલા ચપ્પાથી રમેશભાઈ પર 3થી 4 ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓને કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો પોલીસે આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી લીધો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે એલસીબી (LCB) અને આણંદ ટાઉન પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ સ્થળોએ તપાસ તથા શોધખોળનો દોર તેજ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની વહેલી તકે ધરપકડ થશે તેવી આશા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરંગ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:અમદાવાદના નારણપુરામાં વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય અને વક્તૃત્વથી ગુરુમહિમા સમજાવ્યો
    Next Article
    When Shekhar Suman went through the ‘greatest tragedy’, son Ayush’s death: ‘Heartbreaking’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment