Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મહિલાઓને કાજુના રોપાનું વિતરણ:આર્થિક સશક્તિકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પહેલ

    7 hours ago

    મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન અને સ્વરોજગારીના હેતુસર કાજુના રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિયામક ચંદ્રિકાબેન ભાભોર અને તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ બારીયા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ બારીયાએ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓથી મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે કાજુના રોપાના વાવેતરથી મહિલાઓને લાંબાગાળે સારી આર્થિક રોજગારી મળશે. તેમણે ઉમેર્યું કે કાજુના બે રોપા વચ્ચેની ખાલી જગ્યામાં લીલા શાકભાજી જેવા આંતરપાકો ઉગાડીને ટૂંકા ગાળામાં પણ આવક મેળવી શકાય છે. આ પદ્ધતિથી મહિલાઓ આત્મનિર્ભર બનશે અને અન્ય જૂથની મહિલાઓને પણ સ્વાવલંબી બનવા પ્રેરણા આપશે. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા કાજુના રોપા ભરેલા ટેમ્પાને લીલી ઝંડી આપી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ માટે રવાના કરાયો હતો. ત્યારબાદ મહાનુભાવોએ સ્વ-સહાય જૂથની મહિલાઓના ખેતરની મુલાકાત લઈ તેમના હસ્તે કાજુના રોપાનું વાવેતર કરીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પહેલથી ગોધરા તાલુકાની ગ્રામીણ મહિલાઓમાં ખુશી જોવા મળી હતી અને તેઓએ આર્થિક રીતે સદ્ધર બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમણ સેલોત, ન્યાય સમિતિના પ્રતિનિધિ મણીભાઈ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિ મનહરભાઈ સોલંકી, જિલ્લા લાઈવલીહુડ મેનેજર પરેશભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (ફાર્મ) હરિશ્ચંદ્ર હજુરી, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર નિરવભાઈ બામણીયા, તાલુકા લાઈવલીહુડ મેનેજર અરવિંદ સેલોત, તાલુકા સદસ્ય કુણાલભાઈ બારીયા અને હરિ ભુજલ વિકાસ મંડળના પ્રમુખ મણીભાઈ પટેલ સહિત મિશન મંગલમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. તમામ મહાનુભાવોના હસ્તે મહિલાઓને કાજુના રોપાનું વિતરણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એર કનેક્ટિવિટીમાં વારંવાર શા માટે અન્યાય?:લોકસભામાં MP મુકેશ દલાલે ઉઠાવ્યા આકરા સવાલો, કહ્યું- દર વર્ષે અબજો ડોલરનું એક્સપોર્ટ પણ ખરીદદારો માટે ફ્લાઈટ નહીં
    Next Article
    अमित शाह को घेरा राहुल गांधी ने, इस्तीफ़ा मांगा, क्या शाह जवाब देंगे?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment