Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા

    10 hours ago

    ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ધાર્મિક મંદિરો અને આશ્રમોમાં ગુરુવંદના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચી સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિત ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ શ્રી વડવાળા ધામ, દુધરેજ ખાતે જગદગુરુ 1008 શ્રી કનીરામ બાપુ, લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુ તથા કોઠારી શ્રી મુકુંદરામ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત, શ્રી BAPS સ્વામિનારાયણ મંદિર, શ્રી વાસુપૂજ્ય જિનાલય (મોટા દેરાસર), શ્રી રામ રણુજા આશ્રમ, કોઠારીયા અને શ્રી સ્વામિનારાયણ મંદિર, વઢવાણ ખાતે પણ પૂજ્ય સંતોના દર્શન કરી ગુરુવંદના કરી હતી. આ પ્રસંગે આગેવાનોએ પ્રાર્થના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુરુજનોના આશીર્વાદ સદાય જનસેવાના માર્ગે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતા રહે તેમજ સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ પ્રસરે. ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુજનોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર જિલ્લામાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
    Next Article
    શંકર વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વિદ્યાર્થીઓએ શિક્ષકોનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment