Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામિનારાયણ શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વિદ્યાર્થીઓએ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

    11 hours ago

    ભાવનગરના સરદારનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુપરંપરાના પૂજન તથા દીપપ્રાગટ્યથી થયો હતો. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમાને દર્શાવતા ભજન, પ્રાર્થના, વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય ધર્મભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગુરુ જીવનના સાચા માર્ગદર્શક છે અને તેઓ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સંસ્કાર, શિસ્ત, સદાચાર અને જીવનમૂલ્યોનું સિંચન કરીને આદર્શ વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે સારા સંસ્કારી અને જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરાઈવાડી શાળાઓમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી:વિદ્યાર્થીઓએ ગુરુપૂજન કર્યું, શિક્ષકોએ મહત્વ સમજાવ્યું
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી:વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment