Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુપૂર્ણિમા નિમિતે ઠેરઠેર બાપાની સુંદર મઢુલીઓ:મસ્તરામ બાપાના મંદિર તથા નાની ખોડિયાર મંદિરે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા, મહાઆરતી, બટુક ભોજન, પ્રસાદ વિતરણ તથા સંતવાણી સહિતના કાર્યક્રમો

    18 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરો ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ શહેરના મસ્તરામ બાપા મંદિર, નાની ખોડિયાર તથા ઝાંઝરીયા હનુમાનજી મંદિર સહિતના અનેક મંદિરો ખાતે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા શહેરભરમાં ઠેરઠેર બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવી હતી, ભાવિક ભક્તોએ ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી, દર વર્ષે અષાઢ સુદ પૂનમ-ગુરૂપૂર્ણિમા તથા પોષ વદ ચોથ બાપાની નિર્વાણ તિથિની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને ભાવનગર શહેર-જિલ્લામાં ગુરૂ ભક્તો દ્વારા બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ વિવિધ વિસ્તારોમાં ભાવિક ભક્તો દ્વારા અવનવી મઢુલીઓ બનાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે દરવર્ષે ભાવનગર શહેરના તળાજા જકાતનાકા, ઘોઘાસર્કલ, જિલ્લા પંચાયત, વડવા ચોર, તખ્તેશ્વર મઢુલી, ક્રેસન્ટ સર્કલ, ઘોઘા જકાતનાકા તથા ભરતનગર સહિતના વિસ્તારોમાં બાપાની અવનવા શણગાર સાથે મઢુલીઓ બનાવવામાં આવી હતી. દર વર્ષે અષાઢ સુદ પૂનમ-ગુરૂપૂર્ણિમા નિમિતે શ્રધ્ધાળુઓ દ્વારા મહાઆરતી, બટુક ભોજન પ્રસાદ વિતરણ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે વરતેજ નજીક આવેલ નાની ખોડીયાર મંદિર ખાતે ગુરુ વંદના કરી ભાવિકો ધન્યતા અનુભવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણી, ડ્રોન VIDEO:4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ, લુણાવાડામાં એક ઈંચ વરસાદ
    Next Article
    પાલનપુરના ખરોડીયામાં રિક્ષા અને ST બસના અકસ્માતમાં 3ના મોત:વડગામથી આવતી રિક્ષા ખેરાલુ ડેપોની બસ સાથે ટકરાઈ, ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment