Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ વળતરની માંગ સાથે ચાલતા આંદોલન વચ્ચે બની દુ:ખદ ઘટના‎:જેતપરમાં કપાસની અપેક્ષિત આવક નહીં મળે તેની ચિંતામાં શ્રમિકનો ફાંસો

    18 hours ago

    મોરબી તાલુકાના જેતપર ગામે ભાગમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરતા મૂળ દાહોદ જિલ્લાના ખેતમજૂરે કપાસના પાકમાંથી અપેક્ષિત પરિણામ નહીં મળે તેવી ચિંતામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ વખતે વિલંબિત ચોમાસાને કારણે મોડો વરસાદ પડ્યો હોય પણ અણીના સમયે કપાસના પાકના જીવતદાન સમાન વરસાદ ન પડતા મુરજાઇ જાય તેવી સ્થિતિ સર્જાતા આ ખેતમજૂરે અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૂળ દાહોદ જિલ્લાના વતની નયનભાઈ માનસિંગભાઈ મોહનિયા નામના ખેતમજૂરે પત્ની સાથે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ખેડૂત જયેશભાઈ અમરશીભાઈ અઘારાની માલિકીની વાડી ચાલુ ખરીફ સીઝન માટે ભાગે વાવવા રાખીને કપાસનું વાવેતર કર્યું હતું. પણ કપાસની વાવણી કર્યા બાદ પાકના જતન માટે જ્યારે વરસાદની સખત જરૂરત હતી. ત્યારે વરસાદ પડ્યો ન હતો અને હમણાં જ ભરપૂર વરસાદ પડ્યો હતો. તેથી વરસાદ મોડો પડતાં પાકના પ્રારંભિક કપાસના પાકના વિકાસને અસર પહોંચી હતી. ત્યારબાદ વરસાદની સ્થિતિ સુધરી હોવા છતાં શરૂઆતમાં થયેલી અસરના કારણે પાક મુરજાય જાય એવી સ્થિતિમાં હોય પાકના વાવેતર માટે કરેલી મહેનત માથે પડશે તેવી તેવી સતત ચિંતા રહેતી હતી. આ જ ચિંતામાં તેમણે પોતાની વાડીની ઓરડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા. અને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા કાલથી વરસાદનું જોર વધશે:30 જુલાઈએ નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ; આજે સંજેલીમાં દોઢ અને લુણાવાડામાં એક ઈંચ વરસાદ
    Next Article
    Gujarat Breaking News | 12 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment