Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહદારીઓ, ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર:કેશરપુરા-અરોડા રોડ પર તળાવ છલોછલ સંરક્ષણ દીવાલ ન હોઇ ખાબકવાનો ભય

    11 hours ago

    ​ઇડર તાલુકાના કેશરપુરાથી અરોડાને જોડતાં રોડ પર આવેલું તળાવ હાલમાં વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. આ તળાવ ખૂબ જ ઊંડું છે અને તેની આસપાસથી રોડ વળાંક લઈને પસાર થાય છે. જે વાહનચાલકો માટે દરરોજ જોખમનું કારણ બની રહ્યો છે. ​કોઈપણ રક્ષણાત્મક દીવાલનો અભાવ જોવા મળી રહ્યો છે. અરોડા ગામના ચંદ્રકાન્તભાઈ ​કે. પટેલે જણાવ્યું કે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે આ અત્યંત ઊંડા અને પાણીથી ભરેલા તળાવની ફરતે કોઈ જ સંરક્ષણ દીવાલ કે રેલિંગ બનાવાઇ નથી. વળાંકવાળો રસ્તો હોવાના કારણે દિવસ દરમિયાન કે રાત્રિના અંધારામાં જો કોઈ વાહનચાલકનું વાહન પરથી કાંઈપણ નિયંત્રણ ગુમાવે, તો વાહન સીધું તળાવમાં ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. ​ આ રોડ પરથી રોજબરોજ અવરજવર કરતાં રાહદારીઓ અને વાહનચાલકો હંમેશા જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. અવારનવાર અહીંથી પસાર થતા લોકોમાં મોટી દુર્ઘટના સર્જાવાનો ડર સતત સતાવી રહ્યો છે. ​​આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને પંથકના જાગૃત નાગરિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરાઇ છે કે વહેલી તકે આ તળાવની ફરતે મજબૂત સંરક્ષણ દીવાલ અથવા રેલિંગ બનાવવામાં આવે. જેથી નાગરિકોના જીવ સુરક્ષિત રહી શકે.
    Click here to Read More
    Previous Article
    હાપા પ્રા.શાળાના આચાર્યને રાજ્યસ્તરીય ગુરુ ગૌરવ એવોર્ડ:તેમના માર્ગદર્શનથી 30થી વધુ યુવા-યુવતીઓ સરકારી સેવાઓમાં જોડાયા
    Next Article
    North Assam Flood: 50 साल की सबसे भीषण बाढ़ में बर्बाद हुआ Sivasagar, बाढ़ में पानी की भारी किल्ल्त

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment