Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાના નિયમોને નેવે મૂકીને મિલકતોના વ્યવહારો થઈ રહ્યા:બોરડીગેટ વિસ્તારમાં અશાંતધારાના ભંગ સામે રોષ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

    1 day ago

    ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં અશાંત ધારા (Disturbed Areas Act) ના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે હિન્દુ યુવા સંગઠન - ભાવનગર અને સ્થાનિક રહીશો દ્વારા એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલા ભયના વાતાવરણને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. નિયમો નેવે મૂકીને મિલકતોના વ્યવહારોનો આક્ષેપ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, બોરડીગેટ વિસ્તારના મોટાભાગના રહીશો સામાન્ય મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અશાંત ધારાના કાયદાકીય નિયમોને બાજુએ મૂકીને જમીન અને મકાનોના ગેરકાયદેસર વ્યવહારો થઈ રહ્યા છે. રહીશોનો દાવો છે કે વિવિધ પ્રપંચો અને દબાણની નીતિ અપનાવીને મિલકતોનું ખરીદ-વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે અગાઉ પણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર સહિત સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. અસામાજિક તત્વોનો ત્રાસ અને નગરસેવકો સામે ગંભીર આક્ષેપ રહીશોએ આવેદનપત્રમાં વધુમાં આરોપ લગાવ્યો છે કે, ફ્લેટ નિર્માણ અને વસ્તીવિષયક ફેરફારની ભીતિ સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ એક પરિવાર રહેવા આવે તો તેમને કોઈ વાંધો નથી, પરંતુ એક જ પ્લોટમાં મોટા-મોટા ફ્લેટોનું નિર્માણ કરીને એકસાથે અનેક લોકોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે અશાંત ધારાના હેતુઓનો સ્પષ્ટ ભંગ છે. જો આ પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ નહીં મેળવાય, તો ભવિષ્યમાં આ વિસ્તાર ચોક્કસ સમુદાયના પ્રભુત્વવાળો બની જશે અને મૂળ રહીશોએ સ્થળાંતર કરવાની મજબૂરી આવશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. બોરડીગેટ વિસ્તારની વર્તમાન અને ભવિષ્યની સુલેહ-શાંતિ તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ 'હિન્દુ યુવા સંગઠન' અને સમસ્ત બોરડીગેટ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું એનિમેટેડ ફિલ્મથી શ્રદ્ધા ઘટી જશે:ભગવાન જગન્નાથ પર બનેલી મૂવી બાળકોને ગમશે; પુરી મંદિરના વાંધાઓ પર કાલે સુનાવણી
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનો ધમધમાટ:ગુરુવાર સ્ટેન્ડિંગ કમિટીમાં 32 ઠરાવોમાં કુલ રૂ.24.30 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment